
અમીન કોઠારી :- મહિસાગર. તા. ૨૭
હોળીના દિવસે ઘરમાં રસોઈ બનાવી રહેલા વિધવા વૃદ્ધના ઘરમાં ઘુસી કુખ્યાત આરોપીએ બળજબરી પૂર્વક દુષ્કર્મ આચર્યું..!!
પ્રાપ્ત થતી વિગતો અનુસાર,
હોળીના દિવસે મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના બાકોર પોલીસ મથક વિસ્તારમાં એક વિધવા વૃદ્ધા ઉપર ક્રૂરતા પૂર્વક દુષ્કર્મ ગુજાર્યાની ઘટના સામે આવી છે,
ખાનપુર તાલુકાના બાકોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક વિધવા વૃદ્ધા સાથે દુષ્કર્મની ચકચારી ઘટના બનવા પામી છે. જે અંતર્ગત બાકોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. વૃદ્ધા જ્યારે ઘરમાં એકલા હતા ત્યારે કુખ્યાત આરોપી જયંતિએ વિધવા વૃદ્ધાના ઘરમાં ઘૂસી અને વૃદ્ધા સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હોવાની બાકોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. જેને લઈ અને બાકોર પોલીસ દ્વારા આરોપીને ઝડપી પાડવા માટે ચક્રોગતિમાન કર્યા હતા. ત્યારે ધુળેટીના દિવસે જ ગણતરીના કલાકોમાં આરોપી જયંતિ ઉર્ફે કાણીયાને પકડી પાડવામાં પોલીસને સફળતા મળી છે.
બાકોર પોલીસ દ્વારા કુખ્યાત આરોપીને પકડી પાડી તેનું મેડિકલ કરાવવા સહિતની આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જયંતિ ઉર્ફે કાણીયા વિરુદ્ધ અગાઉ પણ છેડતી સહિતના કુલ 9 ગુનાઓ નોંધાયેલા છે.
આ અંગે મહીસાગર ડીવાયએસપી, પી.એસ.વળવી. જણાવ્યું હતું કે, બાકોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાકોર ટાઉનમાં ગઈ કાલે એક વયોવૃદ્ધ વિધવા જે રસોઈ બનાવતા હતા તે વખતે ઘરના પાછળના દરવાજે આરોપી જયંતી ઉર્ફે કાણીયો પરમાભાઈ બામણિયા જે આશરે 30 વર્ષની ઉંમરનો છે.તેણે ઘરમાં પ્રવેશ કરી માજીને ખેંચી લાવી ખાટલામાં નાખેલા અને મોઢું દબાવી શરીરના ભાગે બચકાં ભરેલા અને તેમની સાથે બળાત્કાર કરેલાની હકીકત ધ્યાને આવતા તત્કાલીન પી એસ આઈ સ્થળ પર પોહચી ગયેલા અને ભોગ બનાનારની ફરિયાદ લેવામાં આવેલી છે. અને ગણતરીના કલાકોમાં આરોપી જયંતિ ઉર્ફે કાણિયાને પકડી પાડવામાં આવ્યો છે. જયંતિ ઉર્ફે કાણીયો એ આગાઉ પણ ચારેક, 354 છેડતીના ગુનામાં પકડાયેલો છે. અને એ ગુનામાં એને સજા પણ થયેલી છે.આ ઉપરાંત બીજા પાંચએક નાનામોટા ગુના એના વિરુદ્ધ છે. આશરે નવેક ગુનાનો આરોપી છે. અને આ ગુનાની સમગ્ર તપાસ બાકોર પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ સીસોદીયા કરી રહ્યા છે.