AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લાના તમામ મેડિકલ/ફાર્મસી સ્ટોરની અંદર ૧ (એક) માસના સમયમા CCTV કેમેરા લગાવવા જાહેરનામુ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ (NCPCR), ભારત સરકારના સૂચન  મુજબ, નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સે, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો સાથે મળીને ફેબ્રુઆરી-૨૦૨૧ માં બાળકોમાં ડ્રગ્સ અને સબસ્ટન્સ એબ્યુઝ અને ગેરકાયદેસર હેરફેર અટકાવવા પર એક્શન પ્લાન તૈયાર કર્યો છે.

સબબ, ડાંગ જિલ્લાના જે મેડિકલ/ફાર્મસી સ્ટોર કે જ્યા ડ્રગ્સ એન્ડ કેમીસ્ટ નિયમોની જોગવાઈઓ મુજબ scheduled H, H1 & X drugs નું વેચાણ કરવામાં આવે છે, તે તમામ મેડિકલ/ફાર્મસી સ્ટોરની અંદર તથા બહાર CCTV કેમેરા લગાવવા Code of Criminal Procedure-133 હેઠળ હુકમ કરવા સૂચના આપવામાં આવી છે

જે અન્વયે ડાંગ જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી મહેશ પટેલ દ્વારા પણ ફોજદારી કાર્યરિતી અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૩૩ મુજબ તારીખ ૬ જાન્યુઆરીના રોજ એક જાહેરનામુ પ્રસિધ્ધ કરાયું છે.

આ જાહેરનામા/હુકમનો ભંગ/ઉલ્લંઘન કરનાર વ્યક્તિ સામે દંડાત્મક કાર્યવાહી હાથ ઘરવામાં આવશે. તેમ પણ વધુમાં જણાવાયું છે.

[wptube id="1252022"]
Back to top button