SABARKANTHA

હિંમતનગરના દેરોલ ઋષિવન ખાતે વિશ્વના સૌથી મોટા ૐનું ધારાસભ્યશ્રીની ઉપસ્થિતિમાં જનતા માટે ખુલ્લો મુકાયો

હિંમતનગરના દેરોલ ઋષિવન ખાતે વિશ્વના સૌથી મોટા ૐનું ધારાસભ્યશ્રીની ઉપસ્થિતિમાં જનતા માટે ખુલ્લો મુકાયો

******

ચંદ્રયાનની સફળતા માટે ૐ સ્થાપિત કરી પ્રાર્થના કરવામાં આવી હતી.

***********

સાબરકાંઠા જિલ્લાના દેરોલ ઋષિવન ખાતે ચંદ્રયાનની સફળતા માટે વિશ્વના સૌથી મોટા ૐનો ધારાસભ્ય શ્રી વી.ડી. ઝાલાની ઉપસ્થિતિમાં જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ સમયે ઉપસ્થિત સૌ કોઇ ચંદ્રયાનની સફળતા માટે પ્રાર્થના કરી હતી.

આ પ્રસંગે ધારાસભ્યશ્રીએ જણાવ્યું હતું કે ચંદ્રયાન ની સફળતા એટલે આપણા વૈજ્ઞાનિકોની સફળતા દેશની સફળતા દરેક નાગરિકની સફળતા છે. ભારત વિશ્વનો ત્રીજો દેશ બનવા જઈ રહ્યો છે જે ચંદ્રયાનને સફળતાપૂર્વક ચંદ્ર ઉપર પહોંચાડશે. આ સાથે પર્યાવરણ માટે પણ ખાસ ચિંતા વ્યક્ત કરી જણાવ્યું હતું કે દરેક નાગરિક ખેડૂત જ્યાં જગ્યા મળે ત્યાં વૃક્ષો વાવી અને તે વૃક્ષોનું ઉછેર કરે તે જ ખૂબ જ જરૂરી છે. કોરોના એ આપણને ઓક્સિજનનું મહત્વ સમજાવ્યું છે. આ ઓક્સિજન આપણને વૃક્ષોમાંથી જ મળે છે. કુદરતી ઓક્સિજનના સ્ત્રોત એવા વૃક્ષોનું જતન કરી પર્યાવરણમાં સુધારો આવે તે સમગ્ર જીવ સૃષ્ટિ માટે ખૂબ જ જરૂરી છે.

જિલ્લા સમાહર્તા શ્રી નૈમેષ દવેએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વ ગ્લોબલ વોર્મિંગની સમસ્યાનો સામનો કરી રહ્યું છે. તેવા સમયમાં વૃક્ષોની ખૂબ જ જરૂરિયાત છે. જંગલોના નાશ થવાના કારણે પર્યાવરણમાં અસંતુલન આવ્યું છે. જેની આપણે વિપરીત અસરોનો સામનો કરી રહ્યા છે. જેમાં અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ વગેરે જેવી સમસ્યાઓ ઉત્પન્ન થઈ રહી છે. આ દરેક સમસ્યાઓનું એકમાત્ર હલ વૃક્ષારોપણ છે. જેટલા વૃક્ષો વધુ તેટલું પર્યાવરણનું સમતોલન જળવાશે. પર્યાવરણના સમતોલન માટે ઘનિષ્ઠ વનીકરણ કરીએ અને સાબરકાંઠાને હરિત સાબરકાંઠા બનાવી આપણા રાજ્યને હરિયાળો બનાવવા નાનકડો પરંતુ મક્કમ પ્રયાસ કરવા ઉપસ્થિત લોકોને અપીલ કરી હતી.

ગ્રીન બ્રિગેડના જીતુભાઈએ જણાવ્યું હતું કે, પાછલા ચંદ્રયાનની અસફળતાને કારણે આપણા દેશના વૈજ્ઞાનિકો અને વડાપ્રધાનશ્રીની આંખમાં આંસુ જોયા એ દિવસે નિર્ણય કર્યો હતો કે ફરી ચંદ્રયાનનું લોન્ચિંગ થશે તે સમયે વિશ્વનો સૌથી મોટા ૐનું સ્થાપન કરી. દેવાધીદેવ મહાદેવને ચંદ્રયાનની સફળતા માટે પ્રાર્થના કરીશ. આ પ્રસંગે ઉપસ્થિત સૌ લોકોએ ચંદ્રયાનની સફળતા માટે પ્રાર્થના કરી ગ્રીન ગ્લોબલ બ્રિગેડના પર્યાવરણ બચાવના અને વૃક્ષારોપણનો સંકલ્પ ઉપસ્થિત સૌએ લીધો હતો.

 

આ પ્રસંગે સાબરકાંઠા વન વિભાગના શ્રી એસ. ડી. પટેલ ડી. એફ. ઓ. સામાજિક વનીકરણ વિભાગ, શ્રી એચ. જે. ઠક્કર (નોર્મલ) ડી એફ ઓ, શ્રીમતી શર્મિષ્ઠાબેન જીતુભાઈ પટેલ, ફોરેસ્ટ વિભાગ નો સ્ટાફ તેમજ મોટી સંખ્યામાં પત્રકાર મિત્રો અને ગ્રીન ગ્લોબલ બ્રિગેડના કમાન્ડૉ ઉપસ્થિત રહ્યા હતા.

જયંતિ પરમાર સાબરકાંઠા

[wptube id="1252022"]
Back to top button