
રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ
તા.૧૪.૮.૨૦૨૩
આઝાદીના અમૃતકાળમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના આહવાનથી ” હર ઘર તિરંગા ” નું રાષ્ટ્રવ્યાપી અભિયાન ચાલી રહ્યું છે.૭૭માં સ્વતંત્ર પર્વની ઉજવણી નાં ભાગરૂપે અને હર ઘર તિરંગા અભીયાન ને વેગ મળે તે માટે રાજ્ય તેમજ દેશ ભરમાં અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.જે અંતર્ગત આજે હાલોલ નગરના કંજરી રોડ ખાતે આવેલ ભાજપા કાર્યાલય ખાતેથી હાલોલના ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ મંત્રી જયદ્રથસિંહજી પરમારની અધ્યક્ષતામાં તિરંગા યાત્રા યોજાઇ હતી.હાલોલ નગર ખાતે યોજાયેલી તિરંગા યાત્રા માં સ્થાનિક ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમાર, કંજરી સ્ટેટ યુવરાજ મયૂરધ્વજસિંહજી પરમાર,પંચમહાલ ભાજપા મહામંત્રી મયંક દેસાઇ સહિત નગરના આગેવાનો ભારતિય જનતા પાર્ટીના સૌ કાર્યકરો તિરંગા યાત્રા અને કળશ યાત્રામાં જોડાયા હતા.અને હાથમાં તિરંગો લઇ હાલોલ નગરના મુખ્ય માર્ગો પર ફર્યા હતા.જેમાં દેશ ભક્તિના ગીતો સાથે ડીજે માં વાગતા શોર્ય ગીતને લઇ નગર જાણે દેશ ભક્તિમય વાતાવરણ ચરબોળ બની ગયું હતું.










