JETPURRAJKOT

પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળિયાએ સાણથલી ગામે તળાવ ઉંડુ કરવાના કામનું કર્યુ ખાતમુહૂર્ત

તા.૨૦ એપ્રિલ

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

રાજયમાં વરસાદના વહી જતાં પાણીનો વધુને વધુ સંગ્રહ નદી, ડેમ, તળાવમાં થાય એ માટે રાજય સરકારે “સુજલામ સુફલામ જળ સંચય અભિયાન” અમલી બનાવ્યુ છે. જેના સુચારૂ અમલીકરણ માટે રાજયના પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળિયાએ ‘સુજલામ સુફલામ જળ સંચય અભિયાન”ની કામગીરીનું નિરીક્ષણ જસદણ અને વિછિંયા તાલુકામાં કર્યુ હતું. તેમજ મંત્રીશ્રીએ જસદણ તાલુકાના સાણથલી ગામે તળાવ ઉંડુ કરવાના કામનું ખાતમુહૂર્ત કર્યુ હતું. આ તકે સિંચાઇ, પાણી પૂરવઠા વિભાગના સહિતના સબંધિત વિભાગના અધિકારીઓ, ગામના આગેવાનો ઉપસ્થિત રહયા હતા.

[wptube id="1252022"]
Back to top button