HALOLPANCHMAHAL

હાલોલના જાંબુડી ખાતે હાલોલ ડિવિઝનનાં 8 પોલીસ મથકમાં ઝડપાયેલા દારૂનો નાશ કર્યો

તા.૧.એપ્રિલ

વાત્સલ્યમ સમાચાર

કાદીર દાઢી.હાલોલ

હાલોલ ડિવિઝનમાં આવેલ આઠ પોલીસ મથક માં સને 2022 ના વર્ષ માં પ્રોહિબિશન ના નોંધાયેલ 451 ગુના માં રૂ 1,91,56,101 /- ઝડપાયેલ ભારતીય બનાવટ નો વિદેશી દારૂ ની નાની મોટી થઈ 1,84,566 બોટલ નો હાલોલ અને ગોધરા પ્રાંત અધિકારી,નાયબ પોલીસ અધિક્ષક હાલોલ, નશાબંધી અધિકારી,હાલોલ શહેર અને ગ્રામ્ય પોલીસ મથકના પી. આઇ તેમજ આઠ પોલીસ મથક ના પી.એસ.આઈ અને પોલીસ કર્મચારીઓની ઉપસ્થિતિમાં પાવાગઢની તળેટી માં આવેલ હાલોલ જાંબુડી ખાતે દારૂની બોટલો ઉપર બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો.પ્રાપ્ત માહિતી મુજબ હાલોલ ડિવિઝન માં આવેલ હાલોલ શહેર,હાલોલ ગ્રામ્ય,કાલોલ, વેજલપુર,દામાવાવ,રાજઘઢ, જાંબુઘોડા પાવાગઢ આમ આઠ પોલીસ મથકમાં સને 2022 ના વર્ષ માં 451 પ્રોહિબિશનના ગુના નોંધાયા હતા.જેમાં ભારતીય બનાવટ નો વિદેશી દારૂ નો જથ્થો રૂ. 1,91,56,101 /-ઝડપાયો હતો.તે મુદ્દામાલ માં કબ્જે કરેલ 1,84,566, દારૂની બોટલો નો હાલોલ અને ગોધરા પ્રાંત અધિકારી નાયબ પોલીસ અધિક્ષક હાલોલ નશાબંધી અધિકારી હાલોલ શહેર અને ગ્રામ્ય પોલીસ મથક ના પી.આઇ તેમજ આઠ પોલીસ મથક ના પી.એસ.આઈ પોલીસ કર્મચારીઓની ઉપસ્થિતિમાં પાવાગઢ ની તળેટી માં આવેલ હાલોલ જાંબુડી ખાતે દારૂનો નાશ કરવામાં આવ્યો હતો.જેમાં સૌથી વધુ વેજલપુર પોલીસ મથક નો તેમજ સૌથી ઓછો હાલોલ ટાઉન પોલીસ મથક નો વિદેશી દારૂનો જથ્થો હોવાનું જાણવા મળી આવ્યું હતું.હાલોલના જાંબુડી ખાતે પોલીસના હાથે ઝડપાયેલ દારૂના જથ્થાનો નાશ કરવામાં આવી રહ્યો હોવાની વાત ફેલાતા લોકો તેને જોવા ઉમટી પડ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button