GUJARATMEHSANAVIJAPUR

મહેસાણા જિલ્લાની કોલેજોમાં મતદાતા જાગૃતિ અભિયાન અંતર્ગત કેમ્પસ એમ્બેસેડર લાઈવ યોજાયુ

મહેસાણા જિલ્લાની કોલેજોમાં મતદાતા જાગૃતિ અભિયાન અંતર્ગત કેમ્પસ એમ્બેસેડર લાઈવ યોજાયુ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
મહેસાણ લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા વહિવટી અને ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી છે. જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય અને યુવાઓ તેમજ નાગરિકોમાં મતદાન માટે જાગૃત્તિ આવે તે માટે સિસ્ટેમેટીક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઈલેક્ટોરલ પાર્ટીસિપેશન(SVEEP) અને ટર્ન આઉટ ઈમ્પલિમેન્ટેશન પ્લાન (TIP) અંતર્ગત મતદારોમાં મતદાન અંગેની જાગૃત્તિ પ્રસરાવવાની કામગીરી શરુ છે.જે પૈકી ગતરોજ મહેસાણા જિલ્લાની કોલેજોમાં મતદાતા જાગૃતિ અભિયાન અંતર્ગત કેમ્પસ એમ્બેસેડર લાઈવ યોજાયા હતા. વિશાળ સંખ્યામાં યુવાઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. જિલ્લાની શ્રીમતી એમ વી પટેલ કોલેજ ઓફ એજ્યુકેશન રણાસણ B. ED, ; શ્રીમતી એ.જે. શ્રીમતી આર.એમ.પ્રજાપતિ આર્ટસ કોલેજ સતલાસણા, રાધે બી.એડ. કૉલેજ, હિરપુરા, ડૉ. વાડીલાલ રવચંદ શાહ બી.એડ્ કોલેજ , પિલવાઈ , શ્રી કોકિલાબેન કરસન ભાઇ પટેલ ગર્લ્સ સાયન્સ કોલેજ, નાની કડી , મ્યુનિસિપલ આર્ટસ એન્ડ અર્બન બેંક સાયન્સ કોલેજ, મહેસાણા , શ્રીમતી હંસાબેન જયંતીભાઈ પટેલ આર્ટસ એન્ડ કોમર્સ ગર્લ્સ કોલેજ , નાનીકડી ,શ્રી મારૂતિનંદન કોલેજ ઓફ એજ્યુકેશન, ઉમતા , ઘી કે એન એસ બી એલ આર્ટ્સ & કોમર્સ કોલેજ ખેરાલુ , શ્રી મહર્ષિ દયાનંદ સરસ્વતી બી.એડ કોલેજ વિસનગર , માનવ નર્સિંગ સ્કુલ એન્ડ કોલેજ વિસનગર સહિતની વિવિધ કોલેજો માં કેમ્પસ એમ્બેસેડર લાઈવ મતદાન જાગૃતિ કાર્યક્રમ આચાર્યશ્રી અને અધ્યાપકો ની આગેવાની માં યોજાયા હતા. કોલેજના યુવાઓએ સિસ્ટેમેટીક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઈલેક્ટોરલ પાર્ટીસિપેશન(SVEEP) અને ટર્ન આઉટ ઈમ્પલિમેન્ટેશન પ્લાન (TIP) વિશે પણ વિગતે માહિતી મેળવી હતી . લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત મહેસાણા જિલ્લાના લોકોમાં મતદાન જાગૃતિ લાવવાના હેતુસર જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેકટરશ્રી એમ. નાગરાજન ના માર્ગદર્શન હેઠળ સ્વીપ એક્ટિવિટી અંર્તગત મતદાન જાગૃતિલક્ષી કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. સ્વીપ પ્રવૃત્તિના નોડલ અધિકારી શ્રી બી.એન.પટેલની આગેવાનીમાં તેમજ કોલેજના આચાર્યશ્રી અને શિક્ષકોના માર્ગદર્શન માં સ્વીપ પ્રવૃત્તિ અંતર્ગત વિદ્યાર્થીઓ -યુવાઓ માટે “મતદાર જાગૃતિ” કાર્યક્રમ યોજાઈ રહયા છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button