DAHOD

દાહોદ સિટી ગ્રાઉન્ડ ઉપર આજે 2023 સાંસદ ખેલ સ્પર્ધાનું વાજતે ગાજતે ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું

તા.11.02.2023

વાત્સલ્યમ સમાચાર

અજય સાંસી દાહોદ

દાહોદ સિટી ગ્રાઉન્ડ ઉપર આજે 2023 સાંસદ ખેલ સ્પર્ધાનું વાજતે ગાજતે ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું

દાહોદ સિટી ગ્રાઉન્ડ ઉપરvઆજે દાહોદ સાંસદ ખેલ સ્પર્ધાનું ઉદઘાટન શિક્ષણ મંત્રી કુબેર દિંદોડ અને રાજ્ય પંચાયત મંત્રી બચુભાઇ ખાબડ ના વરદ હસ્તે દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ શંકર અમાલિયાર , સાંસદ જસવંતસિંહ ભાભોર, દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, ગરબાડામાં ધારાસભ્ય , લીમખેડા ધારાસભ્ય , ઝાલોદના ધારાસભ્ય તેમજ જિલ્લા પોલીસવડા તથા ભાજપના અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહી સ્પર્ધાનું ઉદઘાટન કરી ક્રિકેટ ની ટુર્નામેન્ટ ની શરૂઆત કરાવી હતી.

સાંસદ ખેલ સ્પર્ધાની શરૂઆત પૂર્વે નેશનલ ગેમ્સ રમિચૂકેલા પ્રતિભાશાળી ખેલાડીઓને દ્વારા મશાલ લઈ સમગ્ર ગ્રાઉન્ડમાં રાઉન્ડ માર્યો હતો અને દાહોદ જિલ્લાની 7 વિધાનસભા 15000 ખેલાડીઓ પૈકી આજે પ્રથમ રાઉન્ડમાં 1600 ખેલાડીઓ ખોખો, કબ્બડી , ક્રિકેટ , હોક્કી , રસ્સા ખેંચ , જુડો અને સ્વિમિંગ જેવી વિવિધ રમતોમાં ભાગ લેશે અને વિધાનસભા દીઠ રમાડી જિલ્લા કક્ષાએ ઇનામો નું વિતરણ કરવામાં આવશે દાહોદ સાંસદ જસવંતસિંહ આ પ્રસંગે જણાવ્યું હતું કે આપડા દેશના યશસ્વી વડાપ્રધાન દ્વારા ખેલાડીઓ સમગ્ર વિશ્વમાં દેશનો પરચમ લેહરાવે અને પોતાનું ગૌરવ વધારે અને પ્રતિભાવાન બને તે હેતુસર આ ખેલ સ્પર્ધા ની શરૂઆત કરી હતી. કુબેર ડિંડોરના એ કહ્યું હતું કે 2036માં ઓલિમ્પિક નું યજમાન આપડો દેશ થવાનો છે ત્યારે સાંસદ ખેલ સ્પર્ધા થકી તૈયાર થયેલી પ્રતિભાઓ આ ઓલિમ્પિકમાં ભાગ લઈ દેશનું ગૌરવ વધારશે જે ઉદાહરણ પૈકી મુરલી ગાવિત અને સરિતા ગાયકવાડ નેશનલ કક્ષાએ ગોલ્ડ જીતી દાહોદ જિલ્લાની ગૌરવ વધાર્યું હતું જેઓનું સ્માર્ટ વોચ અને સાલ ઓઢાધી સન્માન કરવામાં આવ્યું હતું આ ખેલ સ્પર્ધાનું આજે મોદી સાંજે સમાપન થશે અને ટ્રોફી પણ વિતરણ કરવામાં આવશે

[wptube id="1252022"]
Back to top button