
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ઉપસ્થિત સૌ ગ્રામજનોને સરકારની વિવિધ યોજનાનો લાભ લેવા અનુરોધ કરતા વિધાનસભાના નાયબ દંડક વિજયભાઇ પટેલ
કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓની જાણકારી લોકો સુધી પહોંચી શકે તે માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારે વાંસદા તાલુકાના ધાકમાળ ખાતે પહોંચેલી યાત્રાને ગ્રામજનોએ ઉત્સાહભર આવકારી લેવામાં આવી હતી.
વાંસદાના ધાકમાળ ગામે રથના સથવારે આયોજિત કાર્યક્રમમાં નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઇ પટેલ અને મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને કીટ વિતરણ, સહાય પ્રમાણપત્ર, કાર્ડ વિતરણ તથા અન્ય યોજના અંતર્ગત કીટ વિતરણ કરવામા આવ્યા હતા.ઉપસ્થિત મહાનુભાવો સહિત ગ્રામજનોએ આગામી વર્ષ ૨૦૪૭ સુધીના વિકસિત ભારતમાં પોતાની ભાગીદારી સુનિશ્ચિત કરવાનું શપથ લીધા હતા. વિવિધ યોજનાના લાભાર્થીઓએ ‘મેરી કહાની, મેરી જુબાની’ અંતર્ગત તેમના અભિપ્રાયો પણ વ્યક્ત કર્યા હતા.
કાર્યક્રમના ભાગરૂપે વિકસિત ભારતનો સંદેશ આપતા વડાપ્રધાનશ્રીની કાર્યક્રમ સંબંધિત ફિલ્મનું નિદર્શન, યોજનાકિય સાહિત્યનું વિતરણ કરવામાં આવ્યું હતું .
<span;>આ કાર્યક્રમમાં વાંસદા પ્રાંત અધિકારીશ્રી ડી.આઈ.પટેલ, તાલુકા વિકાસ અધિકારી પરમાર સહિત સ્થાનિક પદાધિકારીઓ, સરપંચ,કર્મચારીઓ, રથના ગ્રામ્ય અને તાલુકાના નોડલ ઓફિસરો, ગ્રામજનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.









