GUJARATNAVSARI

નવસારી વિજલપોર નગરપાલિકા વિસ્તારનાં રસ્તાઓ પર અડચણરૂપ દબાણો હટાવી લેવા તાકીદ કરાઈ..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
નવસારી વિજલપોર નગરપાલિકાના ચીફ ઓફીસરશ્રી જે. યુ. વસાવા એક અખબારી યાદીમાં જણાવે છે કે, નવસારી વિજલપોર નગરપાલિકા વિસ્તારમાં આવેલ જાહેર રસ્તાઓ ઉપર દબાણ કરીને રાહદારીઓને અવરજવર તેમજ ટ્રાફિકને અડચણરૂપ ઉભી કરી વેપાર ધંધો કરતા ઇસમો દ્વારા જાહેર રસ્તા ફુટપાથ ઉપર કોઇપણ પ્રકારનો માલસામાન કે ટ્રાફિકને અડચણરૂપ થાય તે રીતે કોઇપણ પ્રકારની અડચણ ઉભી કરવામા આવે છે, આ પ્રકારના અડચણથી જાહેર જનતાને ખુબ અગવડ વેઠવી પડે છે જેને કારણે ટ્રાફિકની અવ્યવસ્થા ઉભી થાય છે અને જેને કારણે અકસ્માતના બનાવો પણ બનવા પામે છે. જેથી આ પ્રકારના દબાણો જાહેર

હિતને ધ્યાનમા રાખી દુર કરવા જરૂરી છે. જો કોઇ ઇસમે જાહેર રસ્તા ઉપર દબાણ કરેલ હોય તો આ
નોટિસથી તાત્કાલિક કરેલ દબાણ દુર કરવા માટે નગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની કામગીરી કરવામા આવનાર છે. જેથી આ પ્રેસનોટ થકી આવા ઈસમોને તાકીદ કરવામા આવે કે તાત્કાલિક આવા પ્રકારના દબાણો હટાવી લેવાના રહેશે. જો તેમ કરવામાં ચુક કરશો તો નગરપાલિકા દ્વારા ટ્રાફિકને અડચણરૂપ દબાણોને જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરવામા આવશે જેની તમામ જવાબદારી જે તે ઇસમની રહેશે.

[wptube id="1252022"]
Back to top button