GUJARATNAVSARI

નવસારી: સુરત માનવ સેવા સંઘ દ્વારા પ્રતાપ હાઇસ્કૂલ વાંસદા ખાતે દિવ્યાંગો માટે ઉપકરણના વિતરણ કરાયા

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
સુરત માનવ સેવા સંઘ (છાંયડો), સુરત દ્વારા નિર્ભરને બનાવીએ સ્વનિર્ભર” – આદિવાસી દિવ્યાંગ સહાય કાર્યક્રમ હેઠળ તારીખ ૨૦ ઓગસ્ટ ૨૦૨૩ના રોજ શ્રી પ્રતાપ હાઇસ્કૂલ વાંસદા ખાતે દિવ્યાંગો માટે ઉપકરણના વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમના સૌજન્ય દાતા અને મુખ્ય મહેમાન નવીનભાઈ દેસાઈ તથા પ્રાચીબેન હાજર રહી શોભામાં અભિવૃદ્ધિ કરી હતી અને પ્રેરણાત્મક ઉદબોધન કર્યું હતું
આ કાર્યક્રમમાં સુરત માનવ સેવા સંઘ ના પ્રમુખશ્રી ભરતભાઈ શાહ દ્વારા સ્વાગત તથા સુરત માનવ સેવા સંઘ (છાંયડો) દ્વારા ચાલતી સેવાકીય કાર્યકામોની માહિતી આપી હતી અને કાર્યકર ઓનો ઉત્સાહ અને કાર્ય વ્યવસ્થા જોઈ પ્રોત્સાહન આપ્યુ હતું.
આ કાર્યક્રમ માં દિવ્યાંગજનો માટે પ્રેરણાત્મક વિડીઓ કલીપ શ્રી મગનભાઈ પટેલ દ્વારા બતાવામાં આવી હતી. આ કાર્યક્રમમાં, વાંસદાના PSI શ્રી જયદીપસિંગ ચાવડા, શ્રી રણછોડપા ચેરીટબલ ટ્રસ્ટ ડો જીતેન્દ્રભાઈ તથા વાંસદા તાલુકા કેળવણી મંડળ ના પ્રમુખ શ્રીનટવરલાલ પંચાલ ઉપસ્થિત રહી પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું હતા. આ કાર્યક્રમ નું સંચાલન ધર્મેન્દ્ર સિંહ સોલંકી દ્વાર કરવા માં આવ્યું હતું, આભાર વિધિ ગૌરવભાઈ બ્રમ્હભટ્ટ, દ્વાર કરવા માં આવી હતી.

કાર્યક્રમ ના આયોજન વ્યવસ્થા શ્રી રણછોડકૃપા ચેરીટબલ ટ્રસ્ટ તથા શ્રીજી ઇન્સ્ટીટયુટ ઓફ હેલ્થ સાયન્સ, સમન્વય સમિતિ, અને હેલ્પીંગ હેન્ડ વાસદા, વાંસદા તાલુકા કેળવણી મંડળના કાર્યકર્તા દ્વારા રસિકભાઈ સુરતી, માર્ગદર્શન હેઠળ અનેક સેવાભાવી કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવી હતું.

શ્રીજી ઇન્સ્ટીટયુટ ઓફ હેલ્થ સાયન્સ – વાંસદા ના કાર્યકરો દ્વારા આરોગ્ય સહાયક તરીકે સેવા આપવા માં આવી હતી. છાંયડો સંસ્થા ના ડો દામીજીભાઈભાઈના નેતૃત્વ હેઠળ મેડીકાલ ટીમ દ્વારા ઉપકરણ વપરાશ ની માહિતી આપવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં કુલ ૭૮ લાભાર્થીઓને, ૪૦ કૃત્રિમ હાથ પગ, ૬ બગલ ઘોડી,૪ વ્હીલચેર ,૨ વોકર, ૨ ટ્રાઇસીકલ, ૧ વોકિંગ સ્ટિક, ૨૫ કાનના મશીનોનું કુલ ૮૦ સાધનો નું વિતરણ કરવામાં આવ્યું હતું

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button