
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી ગ્રીડ સરોવર કાઠીયાવાડી હોટલ સામેથી ચોરીમાં ગયેલ સુપર કેરી ટેમ્પો કિ.રૂ.૩ લાખના મુદ્દામાલ સાથે બે ઇસમોને એલસીબીની ટીમે ગણતરીના કલોકોમાં ઝડપી પાડ્યા જ્યારે એક વોન્ટેડ જાહેર કરાયા હતા.આ ઈસમો સરોવર કાઠિયાવાડી હોટલમાં વેઇટરની નોકરી કરતા હતા.તેઓને પગાર ઓછું પડતા આ ચોરીનો કૃત્ય કર્યું હોવાનું પોલીસ પૂછપરછમાં જણાવ્યું હતું
નવસારી જિલ્લા પોલીસવડા સુશીલ અગ્રવાલની સૂચના અને માર્ગદર્શન આધારે નવસારી એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એસ.કોરાટ ના નેતૃત્વમાં એલસીબીના પીએસઆઇ વાય.જી.ગઢવી તથા એસ.વી આહીર સહિતના સ્ટાફે ખાનગી બાતમીદારોની મદદ અને ટેક્નિકલ સોર્સ વર્ક આઈટ દરમ્યાન ચોરી થયેલ મારુતિ સુપર કેરી ટેમ્પો ન. જી.જે ૨૧ વાય.૨૨૨૭ જેની કિંમત ૩ લાખ ના મુદ્દામાલ સાથે આરોપી (૧)કાર્તિક દાદી પાડવી રહે.વેડાપાડા તા.નિઝર જી.તાપી (૨) કિરણ ઇશ્વરભાઇ વસાવા રહે.આમલપાડા તા.સોનગઢ જી.તાપી ની ધરપકડ કરી નવસારી રૂરલ પોલીસ મથકે ગુનો નોંધી વોન્ટેડ આરોપી પુનિત વસાવા રહે.ઉમરપાડા તા.માંડવી જી.સુરત (<span;>જેનું પુરૂનામ ઠામ જણાય આવેલ નથી.) ને પકડવાના ચક્રો ગતિમાન કરાયા હતા.