ટંકારા:મહાશિવરાત્રીના દિવસે ભીમનાથ મહાદેવ મંદિરે ભક્તિપૂર્વક ભગવાન આશુતોષની પુજા કરાશે

ટંકારા:મહાશિવરાત્રીના દિવસે ભીમનાથ મહાદેવ મંદિરે ભક્તિપૂર્વક ભગવાન આશુતોષની પુજા કરાશે
ટંકારા તાલુકાના શ્રી ભીમનાથ મહાદેવ મંદિરે શિવરાત્રીના દિવસે ભાવ ભક્તિપૂર્વક ભગવાન આશુતોષ ની પૂજા કરાશે .જેમાં ટંકારા વિસ્તારના 2000 થી વધુ ભાવિકો ભાગ લેશે.ટંકારા તાલુકાના શ્રી ભીમનાથ મહાદેવ મંદિર પ્રાચીન મંદિર છે પાંડવોએ અજ્ઞાતવાસ દરમિયાન આ જગ્યામાં રાત્રી નિવાસ કરેલ. પાંડવપુત્ર નકુલે જોગણીઓનો ઉદ્ધાર કરેલ તેમ જ ભીમે અહીંયા શિવલિંગ બનાવી ભગવાન શિવની પૂજા કરેલ તેવી દંત કથા છે.આ મંદિરની જગ્યા વર્ષો અગાઉ અવાવરૂ હતી, નિર્જન હતી. આ જગ્યાનો (સુરેશ બાપા) સોમદત બાપુએ જીણોધર કરેલ તેમજ લજાઈ ના ગ્રામજનો તથા લોકોના સહકારથી અહીંયા શિખર બંધ ભીમનાથ મહાદેવ મંદિર બનાવાયેલ છે. અહિયાં ભગવાન દત્ત નું મંદિર પણ છે. શ્રાવણ માસમાં અહિયાં ભંડારો યોજાય છે. અહિયાં શાંત વાતાવરણ માં ૐ નમો શિવાય મંત્રનો જાપ સતત ગુંજતો રહે છે..
શિવરાત્રીના દિવસે ભગવાન શિવની પૂજા થાય છે. ભગવાન કૈલાશપતિ કુબેરના અધિપતિ છે તેમની આરાધના કરવાથી ધનના અક્ષય ભંડાર ભરિયા રહે છે અને લક્ષ્મી પ્રસન્નતાપૂર્વક પધારે છે. ભગવાન શિવના પૂજન અર્ચન થી મનના મનોરથ પૂર્ણ થાય છે
શિવરાત્રીના રોજ ભીમનાથ મહાદેવ બાર પહોર ની આરતી તથા રાત્રી ના ચાર પહોર ની પુજા કરાશે.મોટી સંખ્યામાં ભાવિકો જાગરણ કરશે.બપોરનાં પ્રસાદ યોજાશે.ભાવિકો પુજા, અર્ચન, આરતી,દર્શન, તથા પ્રસાદ નો લાભ લેશે.