GUJARATNAVSARI

Navsari: બાગાયત નિયામકની કચેરી દ્વારા ચીખલી તથા ખેરગામ તાલુકામાં ખેડૂતો માટે તાલીમ શિબિર યોજાઇ

મદન વૈષ્ણવ-નવસારી

નાયબ બાગાયત નિયામકની કચેરી નવસારી દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત  તાલીમનું આયોજન ચીખલી તથા ખેરગામ તાલુકામાં કરવામાં આવ્યું હતું.

આ તાલીમમાં નાયબ બાગાયત નિયામક શ્રી ડી.કે. પાડળીયાએ બાગાયત અધિકારી ચીખલી દ્વારા બાગાયતની વિવિધ સહાયલક્ષી યોજનાઓ તથા બાગાયતી ખેતી વિષે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.  કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, નવસારીના  વૈજ્ઞાનિક ડો. કિંજલ શાહ દ્વારા પ્રાકૃતિક ખેતીના તમામ આયામોનું તથા રોગ અને જીવત નિયંત્રણ માટે નિમાસ્ત્ર બ્રહ્માસ્ત્ર દસપણીઅર્ક વગેરે દવાઓ વિષે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત પ્રાકૃતિક ખેતી કરતા બિપીનભાઈ પટેલ દ્વારા પ્રાકૃતિક ખેતીમાં તેમના અનુભવો જણાવી ખેડુતોને પ્રોત્સાહિત કર્યા હતાં.

ખેરગામ તાલુકામાં યોજાયેલી તાલીમ શિબરમાં મદદનીશ બાગાયત નિયામક, બાગાયત અધિકારી તથા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, નવસારી વૈજ્ઞાનિક ડો. રશ્મિકાંત ગુર્જરે પ્રાકૃતિક ખેતી વિષે માહિતી આપવામાં આવી જેમાં પ્રાકૃતિક ખેતીનું મહત્વ તથા અત્યારના આ આધુનિક યુગમાં પ્રાકૃતિક ખેતીની જરૂરિયાત વિષે ખુબ જ જીણવટપુર્વક માહિતી આપવામાં આવી તેમજ બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓની માહિતી પૂરી પાડવામાં આવી હતી.
<span;>આ તાલીમમાં પ્રાકૃતિક ખેતી કરતા શ્રીમતી રેખાબેન પટેલ પોતાના પ્રાકૃતિક ખેતરની મુલાકાત કરાવી ખેડુતોને દ્વારા પ્રાકૃતિક ખેતીના દરેક આયામો અંગે વિસ્તૃત સમજ આપી સ્વાનુભાવો તથા બાગાયતી પાકોમાં સફળ ખેતી વિષે માર્ગદર્શન આપ્યું હતું. ચીખલી તથા ખેરગામાં તાલુકામાં યોજાયેલી આ શિબિરમાં મોટી સંખ્યામાં તાલીમાર્થીઓએ ભાગ લીધો હતો.

[wptube id="1252022"]
Back to top button