GUJARAT

Navsari:નવસારી જિલ્લાના ચીખલી ખાતે “વિશ્વ તમાકુ નિષેધ દિવસ” અંતર્ગત કાર્યક્રમ યોજાયો..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી

“વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી” ના ભાગરૂપે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. રંગુનવાલા, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મયંક, જિલ્લા આર.સી.એચ. અધિકારી ડો. રાજેશ, જિલ્લા ક્ષય અધિકારી ડો. પિનાકીન, જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી શ્રી ડો. ભાવેશ તથા તાલુકા હેલ્થ ઓફિસર ડો. અલ્પેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ “તમાકુ ઉદ્યોગના હસ્તક્ષેપથી બાળકોનું રક્ષણ” વિષય ઉપર નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં આવેલ ખુંદ આઈ.ટી.આઈ ખાતે તમાકુ જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આઈ.ટી.આઈ ના ૨૫૦ વિદ્યાર્થીઓને જિલ્લા તમાકુ નિયંત્રણ સેલના નોડલ ઓફિસર ડો. ભાવેશ પટેલ દ્વારા તમાકુ તેમજ તમાકુની બનાવટથી થતા નુકસાન વિશે તેમજ તેનાથી થતા કેન્સર જેવા ઘાતક રોગો વિશે વિસ્તૃતમાં માહિતી આપવામાં આવી હતી. તેમજ તમાકુના સેવનથી થતા નુકસાન તથા તમાકુના કાયદા COTPA- 2003 ના અમલીકરણ વિશે વિસ્તૃત માહિતી અને સમજણ આપવામાં આવી હતી.

નવસારી જિલ્લાના તમામ તાલુકા દીઠ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દીઠ ગુરુ શીબીર, રેલી, પ્રદર્શન તેમજ જિલ્લામાં જનજાગૃતિ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ સિકલસેલ એનિમિયા અંતર્ગત ૩૦૦ જેટલા વિદ્યાર્થીઓનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું  જેમાંથી ૧૫ વિદ્યાર્થીઓ સસ્પેક્ટેડ પોઝિટિવ આવ્યા હતા. તેમજ સિકલસેલ એનિમિયા બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં આલીપોર પ્રા.આ.કે.ના ડો. હિરલભાઈ પટેલ તેમજ તાલુકા હેલ્થ સુપરવાઇઝર વિજયભાઇ પટેલ તેમજ જીલ્લા પંચાયત નવસારીના ડો. જયદિપ સોંડાણી એે.પી.એમ.ઓ, અને શ્રીમતી  બિજલ ટંડેલ સોશ્યલ વર્કર તમાકું નિયંત્રણ સેલ જીલ્લા પંચાયત નવસારી અને આરોગ્ય સ્ટાફ તેમજ સિકલ સેલ કાઉન્સેલર સહિત આલીપુર પ્રા.આ.કે. નાં કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહયા હતાં.

[wptube id="1252022"]
Back to top button