દાહોદ તાલુકાની પુંસરી પ્રાથમિક શાળામાં વિકસિત ભારત માટે સ્વદેશી ટેકનોલોજીની થીમ પર રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી

તા.૨૮.૦૨.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ તાલુકાની પુંસરી પ્રાથમિક શાળામાં વિકસિત ભારત માટે સ્વદેશી ટેકનોલોજીની થીમ પર રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી
પુંસરી પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણીના
ભાગરૂપે શાળાના આચાર્ય રાજેશભાઈ પટેલની અધ્યક્ષતામાં વિદ્યાર્થીઓ દ્વારા જુદી જુદી વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓ, વૈજ્ઞાનિકોના જીવન કવન, પ્રાયોગિક પ્રવૃતિઓ, પ્રયોગોનું નિદર્શન, શ્રધ્ધા-અંધશ્રધ્ધા વિષયને અનુલક્ષીને [ પ્રયોગ નિદર્શન ] વિજ્ઞાનની આ વર્ષની થીમ ( વિકસીત ભારત માટે સ્વદેશી ટેકનોલોજી ) આધારિત ચિત્ર સ્પર્ધા યોજાઈ હતી.જેમાં શાળાના વિદ્યાર્થીઓ ખૂબ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો
શાળાના ગણિત-વિજ્ઞાનના શિક્ષક સ્મિતભાઈ ગજ્જર અને પ્રિયંકાબેન ગજ્જર દ્વારા ઉત્કૃષ્ટ આયોજન હાથ ધરવામાં આવ્યું હતું.જેના કારણે આજનો દિવસ મહાન વૈજ્ઞાનિક અને નોબલ સન્માન પુરસ્કૃત ડો, સી.વી. રામનને સમર્પિત કર્યો હતો. કાર્યક્રમના અંતે ભાગ લેતા બધાજ વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ભેટ અને પ્રથમ ત્રણ ક્રમ મેળવનાર વિદ્યાર્થીઓને ગણિત અને વિજ્ઞાનના સાધનોની કીટ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી જીવાતું જીવન વર્ગમાં,વર્ગ જીવાતા જીવનમા









