મહિલા ઉપર તાંત્રિક વિધિથી વશમાં કરી દુષ્કર્મ આચરનાર આરોપીને પાંચ હજાર દંડ અને ૧૦ વર્ષ કેદની સજા ફટકારતી રાજપીપલા કોર્ટ
જુનેદ ખત્રી : રાજપીપલા
નર્મદા જિલ્લાના વેરિસાલ પુરાના રહેવાસી આરોપી સોલભાઈ ભોડીલાલ વસાવાને મહિલા ઉપર તાંત્રિક વિધિથી વશમાં કરી દુષ્કર્મ આચરવાના ગુના હેઠળ નર્મદા જિલ્લા અદાલતે ૧૦ વર્ષ કેદની સજા તેમજ પાંચ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે
સમગ્ર ઘટનાની હકીકત જોઈએ તો ફરીયાદી બેનના પતિ તેણી સાથે સારું રાખતા ન હોય જેથી ફરીયાદી બેન ઘ્વારા પોતાના પતિ પોતાની સાથે સારી રીતે રહે તે માટે આરોપીને બનાવ બન્યાના ચારેક દિવસ પહેલા વાત કરતા આરોપી ઘ્વારા ધોલેખામ ગામે રહેતા મહારાજ જેઓ નારીયેળમાં જોઈને કહી દે છે અને પોતાની ઓળખાણમાં હોવાનું અને ફરીયાદી બેનને પોતાની સાથે આવવા માટે જણાવતા ફરિયાદી બહેન તેમજ આરોપી સહેદ ઇસમની મોટર લઈ ત્રણેય જણા ધોલેખામ ગામે આવતા મહારાજ ઘ્વારા એ લોકોને કોઈ મેલી વિધ્યા ન હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ તા.૧૫/૦૨/૨૦૨૦ ના રોજ ફરીયાદી બહેન ઘરે એકલા હતા અને પોતાના ઘરની પાછળ દિવાબતી કરતા હતા તે વખતે આરોપીએ ફરીયાદી બેન પર તાંત્રીક વિધી કરી તેઓને પોતાના વશમાં કરી બાજુના ખેતરમાં લઈ જઈ ફરીયાદી સાથે દુષ્કર્મ આચર્યું હતું
આ કેસ નર્મદા જીલ્લાના એડી.ડિસ્ટ્રીકટ જજ એન.એસ.સિદીકી સાહેબની કોર્ટમાં ચાલી ગયો હતો. જેમાં ફરીયાદી તર્ફે સરકારી વકીલ જીતેન્દ્રસિંહ જે. ગોહિલ નાઓએ ફરીયાદપક્ષે સાહેદો તથા દસ્તાવેજી પુરાવાઓ તેમજ નામદાર હાઇકોર્ટ તથા સુપ્રિમ કોર્ટના જડજમેન્ટો તથા લેખીત તથા મોખીક દલીલો રજૂ કરી નામદાર કોર્ટે સદર પુરાવાઓને ધ્યાનમાં રાખી આરોપીને ઈ.પી.કો. કલમ ૩૭૬ મુજબના ગુના સબબ તકસીરવાન ઠેરવી ૧૦ વર્ષ કેદની સજા તથા રૂ.પ૦૦૦/– નો દંડતથા ઈ.પી.કો કલમ ૩૨૮ મુજબના ગુના સબબ તકસીરવાન ઠેરવી ૧૦ વર્ષ કેદની સજા તથા રૂ.૫૦૦૦/– નો દંડની સજાનો હુકમ ફરમાવ્યો છે






