
એકતા નગર
રિપોર્ટ – અનીશ ખાન બલુચી
આગામી તહેવારોને ધ્યાનમાં લઈને શાંતિ સમિતિની મીટીંગ.
એકતા નગર કેવડીયા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું.
મુસ્લિમ સમુદાયનો પવિત્ર મહિનો રમજાન ચાલતો હોવાથી અને અગામી દિવસોમાં રામનવમી નો ત્યોહાર આવતો હોવાથી એકતા નગર ખાતે કોઈ અનિછીએ બનાવ ન બને તે હેતુથી કેવડિયા પોલીસ સ્ટેશનના પી.આઈ એમ કે ચૌધરી સાહેબ પીએસઆઇ એસએસ મિશ્રા સાહેબ અને હેડ કોન્સ્ટેબલ ઉમેશ પારેખ ના માર્ગદર્શન હેઠળ શાંતિ સમિતિની મીટીંગ નું આયોજન રાખવામાં આવ્યું હતું.
આ મિટિંગમાં સરપંચશ્રીઓ કેવડિયા ના સ્થાનિક આગેવાનો એકતા નગર કેવડીયા વેપારી મંડળના પ્રમુખ રાજુભાઈ મેડિકલ મુસ્લિમ આગેવાનો સોહેલ ભાઈ મેમણ અનીશ ખાન બલુચી ગુલશન એ મદીના મસ્જિદના મોલવી સાહેબ આ મિટિંગમાં ખાસ હાજર રહી દરેક સમુદાયના લોકોએ પોતાના મંતવ્યો રજૂ કર્યા.
અંતમાં કેવડિયા કોલોની પોલીસ સ્ટેશનના પીઆઇ એમ કે ચૌધરી સાહેબે તમામ સમાજના લોકોને હળી મળીને એકબીજાના તહેવારમાં સહભાગી બને એવો અનુરોધ કર્યો હતો. 






