
તેર ગામ ગોળ વણકર સમાજ સેવા ટ્રસ્ટ વિસનગર ખાતે મહેશભાઈ.પી.રાઠોડ (પાલડીવાળા) પ્રમુખ પદ ની વરણી થઈ 
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
શ્રી તેર ગામ ગોળ વણકર સમાજ સેવા ટ્રસ્ટ વિસનગર ની આજરોજ મે.શ્રી ચેરીટી કમિશનર મહેસાણા ના હુકમ મુજબ તારીખ 28/03/2023 ના રોજ 2013 થી 2018 ની ટ્રસ્ટ ની કારોબારી સભ્યોની મીટીંગ મળી.જેમાં ટ્રસ્ટ ના 2013 થી 2018 ના કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા જેમાં તેર ગામ ગોળ વણકર સમાજ સેવા ટ્રસ્ટ ના ઉપપ્રમુખ ભોગીલાલ આર સોલંકી ના અધ્યક્ષ સ્થાને મિટિંગ યોજાઈ હતી જેમાં પૂર્વ પ્રમુખના અવસાન થી ખાલી પડેલ જગ્યા ભરવા માટે અધ્યક્ષ ભોગીલાલ આર સોલંકી દ્વારા મહેશભાઈ રાઠોડ (પાલડી) ની દરખાસ્ત મૂકવામાં આવી હતી જેમાં અન્ય કારોબારી સભ્યો દ્વારા ટેકો જાહેર કરતા તેમની પ્રમુખ પદે વરણી કરવામાં આવી હતી તેમજ હાજર કારોબારી સભ્યો દ્વારા ફૂલહાર પહેરાવી અભિનંદન પાઠવ્યા હતા





