બનાસકાંઠા જિલ્લાના અસારા ગામે યુવાનો દ્રારા હોળી ધુળેટી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી

વાત્સલ્યમ્ સમાચાર
રણછોડસિંહ એસ ચૌહાણ વાવ
સમાચાર અને જાહેરાત આપવા સંપર્ક કરો મો 9974398583
વાવ બનાસકાંઠા
બનાસકાંઠા જિલ્લામાં અનેક જગ્યાએ ધુળેટી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી

બનાસકાંઠા જિલ્લાના અસારા ગામે યુવાનો દ્રારા હોળી ધુળેટી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી

ભારતીય સંસ્કૃતિ અને હિન્દુ ધર્મમાં અનેક તહેવારોનુ મહત્વ રહ્યું છે ત્યારે હિન્દુ ધર્મની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવે છે આજે હિન્દુ ધર્મ અને ભારતીય સંસ્કૃતિની પરંપરાગત હોળી ધૂળેટી પર્વની પણ ખુબ માન્યતા છે ત્યારે પરંપરા મુજબ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે
ભારત ભરમાં અનેક તહેવારો ઉજવવામાં આવે છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ ધામધૂમપૂર્વક ધુળેટી પર્વની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના સરહદી વિસ્તારમાં આવેલા અસારા ગામ પણ હોળી ધૂળેટી ના રંગે રંગાયુ હતુ

જેમાં મોટાભાગના યુવાનો તથા બાળકોએ ઉત્સાહ પૂર્વક ધુળેટી પર્વ ખૂબ ધામધૂમપૂર્વક ઉજવી હોળી ધૂળેટી પર્વની મજા માણી હતી જેમાં ભારતીય સંસ્કૃતિ અનુસાર રંગો દ્વારા આખા ગામના યુવાનો હોળીના રંગે રંગાયા હતા







