
સબ…
રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ ના અધિકારીઓ ને અનેક વાર મૌખિક રજૂઆત પણ પરિસ્થિતિ યથાવત.
વાત્સલ્યમ્ સમાચાર
અંબાલાલ પટેલ – ચીખલી
અનાવલ ખાતે મુખ્ય માર્ગ પર માટી નાખવામાં આવી રહી હોવાથી અનેક મુસીબત સ્થાનિક વેઠી રહ્યા છે. જ્યારે અનાવલ થી મહુવા થઈ બારડોલી જતાં મુખ્ય માર્ગ પર અદાણી ગેસ એજન્સી દ્વારા ગેસ લાઇન નાંખવાની કામગીરી ચાલું હોય. જ્યારે આ મુખ્ય માર્ગ હોય અને અનેક વાહનો અવર જવર થતા હોય.જ્યારે આ ગેસ લાઇન નાખતી એજન્સી દ્વારા મુખ્ય માર્ગ પર જ માટીનું ખોદકામ કરી ને મુખ્ય માર્ગ પર માટી નાખતાં રાહદારીઓને અનેક મુશ્કેલી નો સામનો કરવાનો વારો આવ્યો છે.જ્યારે આ મુખ્ય માર્ગ પર માટી નાખવામાં આવતી હોય.જેને પગલે ધૂળ ની ડમરીઓ પણ ઉડતી જોવા મળે છે.જ્યારે માર્ગ પર માટી હોવાથી કોઈ અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ? જ્યારે કોઈ અકસ્માત કે પછી બીજી કોઇ સમસ્યા સર્જાઈ તો જવાબદાર રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ કે પછી આ ગેસ લાઇન નાખતી એજન્સી જવાબદાર રહેશે? જ્યારે મુખ્ય માર્ગ પર માટી ખોદીને નાખતાં અનાવલ અને મહુવા તરફ઼ જતાં રાહદારી અનેક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ત્યારે વહિવટી તંત્ર ને આ બાબત ધ્યાન માં નથી કે પછી વહીવટી તંત્ર ના અધિકારીઓ ના મેળાપીપળામાં આ કામગીરી ચાલી રહી છે. જ્યારે મુખ્ય માર્ગ પર માટી નાખવામાં આવે છે. જ્યારે એને હટાવવા માટે બુલડોઝર નાં ઉપયોગથી માર્ગ પરથી હટાવવામાં આવે છે.જ્યારે માર્ગને નુકસાન થાય તો જવાબદાર કોણ? જ્યારે હાલ થોડાં સમય માં ચોમાસું નજીક માં હોય અને આ માર્ગ પર માટી નાખવામાં આવતી હોય.જેને લઈને માર્ગને વધુ નુકશાની થઈ તો જવાબદાર કોણ જ્યારે માર્ગ પર માટી હશે અને વરસાદ ને કારણ થી માર્ગ પર માટી પ્રસરી જતાં અકસ્માતો સર્જાઈ તેનો જવાબદાર કોણ રહેશે? જ્યારે આજ બાબત ની અનેક વાર મૌખિક રજૂઆત કર્યા બાદ પણ તંત્ર નું પેટ નું પાણી હલતું નથી. જ્યારે હાલ ની પરિસ્થિતિ જોતાં પ્રતિત થાય છે કે સંભવીત તંત્ર ના અધિકારીઓ અને એજન્સીના મેળાપીપળામાં એજન્સી ના લાભ ની કામગીરી ચાલી રહી હોય અને વહીવટી તંત્ર હાથ પર હાથ ધરી ને બેસી રહ્યું હોય એમ પ્રતીત થઇ રહ્યું છે. ત્યારે જોવાનું એ રહ્યું કે તંત્ર દ્વારા આવનારાં દિવસોમાં શું પગલાં લેવાશે.
બોક્સ:૧
આ બાબત રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ ના અધિકારીને ટેલીફોનીક સંપર્ક કરતાં જણાવ્યું હતું કે અમે એ એજન્સીને આ બાબત ની નોટિસ આપવામાં આવી છે. જ્યારે અમો એ અનેક વાર ટકોર પણ કરી છે. જ્યારે હાલ હું માટી હટાવી લેવડાવું છું એમ જણાવ્યું હતું.
જીગ્નેશ પટેલ,આસિસ્ટન્ટ એન્જિનિયર,બારડોલી
બોક્સ:૨
મુખ્ય માર્ગ પર માટી નાખવામાં આવી રહી હોય.જેને પગલે માર્ગ ને નુકશાની થશે તો તેની ભરપાઈ કોણ કરશે? જ્યારે આવી એજન્સી પર કોઈ શિક્ષાત્મક પગલાં લેવાશે કે કેમ? જ્યારે રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ ના અધિકારીઓ ઓફિસો માંથી બહાર નીકળી પોતાની જવાબદારી પૂર્વક ના કામો કરશે કે કેમ?






