
સુરક્ષા સાથે સેવા : રાજપીપલા પોલીસ મથક ખાતે રક્ત દાન કેમ્પનું આયોજન કરાયું
રાજપીપળા: જુનેદ ખત્રી
પોલીસ સામાન્ય રીતે ગુનાહિત પ્રવૃત્તિને રોકવા તેમજ પ્રજાજનોને મુશ્કેલીના સમયમાં મદદ માટે હંમેશા આગળ રહે છે પરંતુ નર્મદા પોલીસે રક્તદાન કેમ્પનું આયોજન કરી પ્રજાને સુરક્ષા ના સૂત્ર સાથે જરૂરિયાત મંદ દર્દીઓ માટે લોહી આપી તેનું જીવન બચાવવાનો અમૂલ્ય સંદેશ આપી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે
રાજપીપળામાં શ્રીજી વિસર્જન અને ઇદે મિલાદ પર્વની શાનદાર ઉજવણી થવાની છે ત્યારે તહેવારો સમયે પ્રજાજનો રક્તદાન કેમ્પ જેવા પ્રજા હિતના કાર્યક્રમો કરે જેથી કોક દર્દીનું અમૂલ્ય જીવન બચી જાય તેવા શુભાશય સાથે રાજપીપળા પોલીસ મથક ખાતે રેડ ક્રોસ બ્લડ બેંકના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં રાજપીપલા ટાઉન પી.આઇ. આર.જી. ચૌધરી, સહિત પોલીસ જવાનો તેમજ રાજપીપળાના જાગૃત હિંદુ મુસ્લિમ યુવાનો દ્વારા બ્લડ ડોનેટ કરવામાં આવ્યું હતું