૫૯ ગુનાઓમાં સંડોવાયેલ લીસ્ટેડ બુટલેગરને મધ્યપ્રદેશના ઉજજૈન પાસેથી અમરેલી એલ.સી.બી.એ ઝડપી લીધો

ગુજરાત રાજયના ૧૧ જિલ્લાઓના ૧૮ ગુનાઓમાં વોન્ટેડ
૫૯ ગુનાઓમાં સંડોવાયેલ લીસ્ટેડ બુટલેગરને મધ્યપ્રદેશના ઉજજૈન પાસેથી અમરેલી એલ.સી.બી.એ ઝડપી લીધો
રાજપીપલા: જુનેદ ખત્રી
ગુજરાત રાજયના અલગ અલગ જિલ્લાઓના ગુનાઓમાં સંડોવાયેલ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ નાઓએ અમરેલી જિલ્લામાં ગુનાઓ આચરી, પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને આપેલ માર્ગદર્શન આધારે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. એ.એમ.પટેલને મળેલ ચોકકસ બાતમી હકિકત તેમજ ટેકનીકલ સોર્સ આધારે એલ.સી.બી. ટીમે ગુજરાત રાજયના અલગ અલગ ૧૧ જિલ્લાઓના ૧૮ ગુનાઓમાં વોન્ટેડ અને પ્રોહીબિશન સહિત કુલ ૫૯ ગુનાઓમાં સંડોવાયેલ કુખ્યાત આરોપી ધીરેન અમૃતલાલ કારીયાને મધ્યપ્રદેશ રાજયના ઉજજૈન શહેર નજીકથી પકડી પાડવામાં સફળતા મળેલ છે.
પકડાયેલ આરોપી ધીરેન અમૃતલાલ કારીયા બગસરા, જૂનાગઢ, જામ ખંભાળીયા, જામ જોધપુર, મોરબી સાગબારા પો. મથકમાં નોંધાયેલ ગુનાઓ સહિત કુલ ૧૮ ગુનામાં વોન્ટેડ હતો ઉપરાંત આરોપી વિરૂદ્ધ રાજ્યભરમાં કુલ ૫૯ ગુના નોંધાયેલા છે ત્યારે કુખ્યાત લિસ્ટેડ બુટલેગર ને ઝડપી પાડી અમરેલી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ને મોટી સફળતા હાથ લાગી છે