
6 માર્ચ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
બુધવારે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ વડગામ ના સભાખંડમાં વડાપ્રધાની વર્ચ્યુઅલી ઉપસ્થિતિમાં વિકસીત ભારત વિકસીત ગુજરાત નારી શક્તિ વંદના કાર્યક્ર યોજાયો હતો. કાયૅક્રમ ના અધ્યક્ષસ્થાને થી મોટી સંખ્યામાં ઉપસ્થિત મહિલા પ્રતિનિધિઓ ને સંબોધતાં તાલુકા ભાજપ અધ્યક્ષ ગોવિંદભાઈ ચૌધરી એ જણાવ્યું હતું કે નારી શક્તિ અને મહિલા લક્ષી તમામ યોજનાઓ ગુજરાત સરકાર ના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા અમલમાં મુકવામાં આવી છે. કુવરબાઈનું મામેરૂ યોજના, વિધવા સહાય પેન્શન યોજના, સરકારી નોકરી માં મહિલાઓને પ્રાધાન્ય વગેરે અનેક યોજનાઓ કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવી છે. એપીએમસી ચેરમેન પરથીભાઈ લોહ, તાલુકા પંચાયત પૂવૅ.પ્રમુખ પરથીભાઈ ગોળ, મહામંત્રી શતિષભાઈ ભોજક, મહામંત્રી લાલાજી ઠાકોર, ઉપપ્રમુખ લક્ષ્મણભાઈ ગુજૅર, ચંપકલાલ બારોટવગેરે મહાનુભાવો એ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. કાયૅક્રમ નું આયોજન સફળ સંચાલન તાલુકા વહિવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું.આ અંગે પુષ્કર ગૌસ્વામી એ જણાવ્યું હતું.