GUJARAT

નર્મદા જિલ્લામાં વિકાસના કામોના આયોજન ની બેઠકમાંથી પદાધિકારીઓની બાદબાકી !? સાંસદ મનસુખભાઈ વસાવા લાલઘૂમ

નર્મદા જિલ્લામાં વિકાસના કામોના આયોજન ની બેઠકમાંથી પદાધિકારીઓની બાદબાકી !? સાંસદ મનસુખભાઈ વસાવા લાલઘૂમ

 

નર્મદા કલેક્ટરની હાજરીમાં કોરોડો રૂપિયાના વિકાસના કામોનું આયોજન આધિકારીઓ એ કરી નાખ્યું !??? : સાંસદ મનસુખભાઈ વસાવાએ આ બાબતે ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવાની વાત કરી

 

રાજપીપળા : જુનેદ ખત્રી

 

નર્મદા જિલ્લાએ આયોજન મંડળ દ્વારા એક આયોજન મંડળ ની બેઠક બંધબારણે યોજાઈ જેમાં આકાંક્ષી જિલ્લા માટે ફળવાતી ગ્રાંટો, વિદેશમંત્રી જયશંકર ની ગ્રાંટો,સીધી પંચાયતો ને મળનારી ગ્રાંટો સહીત અનેક વિકાસ લક્ષી ગ્રાંટો નું આયોજન જિલ્લા કક્ષાએથી થયું અને જેમાં કોઈપણ પધધિકારીઓ નહિ આ બેઠક કે આયોજન માટે જિલ્લા કલેક્ટરે કે આયોજન અધિકારી એ જિલ્લાના પ્રભારી મંત્રી ને જાણ કરી નથી, નથી જિલ્લામાં બે સાંસદો ને જાણ કરી કે નથી કરી ધારાસભ્યો ને, જિલ્લા પંચાયત પ્રમુખ, તાલુકા પ્રમુખો કે નગરપાલિકા પ્રમુખ કોઈને પણ જાણ કર્યા વગર કરોડો રૂપિયાની ગ્રાન્ટનું આધિકરીઓ એ સેટિંગ કરી લીધું એવા આક્ષેપ સાથે પદાધિકારીઓ રોષે ભરાયા છે. અને આધિકારીઓ ને એવી તે કેવી ઉતાવળ આવી ગઈ કે કોઈ પણ ચૂંટાયેલા પ્રતિનિધિ ને બોલાવવા પોતાની ફરજ સમજી નથી. કે પછી કોઈ મળતીયાઓ સાથે કે વિકાસના કામકારતી એજન્સીઓ સાથે ઉચ્ચ આધિકારીઓની ડીલિંગ આ બેઠકમાં થઇ આવા અનેક આક્ષેપો આજે જિલ્લા વહીવટી તંત્ર પર લાગી રહ્યા છે !!

અકાંક્ષી જિલ્લાના વિકાસ માટે આવેલ કરોડો રૂપિયાની ગ્રાંટો નું આયોજન આધિકારીઓ એકલા કરે એટલે કેટલી મોટી વાત થઇ સુ રાજકીય નેતાઓની આધિકારીઓને જરૂર નથી કે તેમને ગંઠાતા નથી ગ્રાન્ટોના આયોજનની આ બેઠક આધિકારીઓ એ કરી જેના વિરોધ ના શૂર ગાંધીનગર સુધી પહોંચ્યા છે. આધિકારી ઊપર પદાધિકીરોનો ગુસ્સો ચરમસીમાએ પહોંચ્યો છે. ત્યારે આગામી બેઠકમાં શુ થશે એ જોવું રહ્યું. જિલ્લા કલેક્ટર જાતે આ બેઠકમાં હાજર હોવા છતાં કોઈ નોંધ નહિ લીધી એટલે નેતાઓને તેઓ પણ ગણકારતા નથી એવો સીધો મતલબ થયો. આજે નર્મદા જિલ્લામાં આ ચર્ચા ટોક ઓફ ઘી ટાઉન બની છે.

 

બોક્ષ : તમામ બેઠકો માં હાજર આધિકારીઓ ની કામગીરી વાતો લીક ના થાય એ માટે તમામ બેઠકમાં હાજર રહી કવરેજ કરનાર માહિતી ખાતું પણ આ બેઠક માંથી બાકાત કરી દેવામાં આવ્યું કેમકે કેમેરામેન, માહિતી ના કર્મચારીઓ બધા કોન્ટ્રાક વાળા હોય ને એટલે માહિતી ખાતાને પણ જાણ નથી કે આવી કોઈ આયોજન ની બેઠક થઇ. એટલે આ બેઠક કેટલી ગુપ્ત રાખવામાં આવી એ સમજી શકાય

 

બોક્ષ : મને જાણ મળી છે જિલ્લા આયોજન ની બેઠક જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મળી અને જેમાં નિતીઆયોગ અને કેન્દ્રની રાજ્યની મહત્વની ગ્રામપંચાયતો ની ગ્રાંટો ની ફાળવણી કામગીરી નું આયોજન કરવામાં આવ્યું તો કેમ આધિકારીઓ એ પદાધિકારીઓ જે પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિતિઓ છે તેમને કેમ ના હાજર રાખવામાં આવ્યા આ બાબત ની મને જાણ થઇ છે મેં તપાસ કરાવું છું પણ જે થયું એ ખુબ ખોટું થયું કહેવાય અધિકારીઓ એ કેમ આવું કર્યું જે પૂછવું પડશે >>> મનસુખ વસાવા ( સાંસદ ભરૂચ )

[wptube id="1252022"]
Back to top button