
આસીફ શેખ લુણાવાડા
મહીસાગર જિલ્લા નિવૃત્ત શિક્ષક સન્માન સમારોહ ક્રિસ્ટલ સાયન્સ સ્કુલ લુણાવાડા ખાતે શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડિંડોરની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો
શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડિંડોરની પ્રેરક ઉપસ્થિતિમાં શિક્ષકોનું સન્માન કરાયું
મહીસાગર જિલ્લામાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાના ૧૮૮ વયનીવૃત શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું
શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડિંડોરનાં હસ્તે દિવાળી આવી સાક્ષરતા લાવી અને મહિમંથન મહીસાગર યુ ટ્યુબ ચેનલનો શુભારંભ કરવામાં આવ્યો હતો
શિક્ષકોમાં અદભૂત કલા છે તેઓ બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિને બહાર લાવી શકે છે – શિક્ષણ મંત્રી

મહીસાગર જિલ્લા નિવૃત્ત શિક્ષક સન્માન સમારોહ ક્રિસ્ટલ સાયન્સ સ્કુલ લુણાવાડા ખાતે આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ મંત્રી ડો. કુબેર ભાઈ ડિંડોરની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો
આ પ્રસંગે આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડિંડોર અને ઉપસ્થિત મહાનુભાવોનાં હસ્તે જિલ્લાના શિક્ષણ ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી કરતા શિક્ષકોનું સન્માન, વેકેશનનાં વ્હાલા બાળકો કાર્યક્રમમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર શાળાઓનું સન્માન, એસ એસ સી અને એચ એસ સી માં ૧૦૦% પરિણામ મેળવનાર શાળાઓનું સન્માન અને વિશિષ્ટ સિધ્ધિ મેળવેલ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડિંડોર અને ઉપસ્થિત મહાનુભાવોનાં હસ્તે જિલ્લા વિકાસ અધિકારીઓ પ્રેરણાથી દિવાળી આવી સાક્ષરતા લાવી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો અને મહિમથન મહીસાગર યુ ટ્યુબ ચેનલ નો શુભારંભ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડિંડોરએ જણાવ્યું હતું કે , શિક્ષકો વ્યકિત નિર્માણ, પરિવાર નિર્માણ, સમાજ નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણનું ભગીરથ કાર્ય કરી સમાજની સેવા કરી રહ્યા છે. ‘‘ શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય ઔર નિર્માણ ઉસકી ગોદ મે પલતે હે’’. હકીકતમાં આ સૂત્ર કામ કરીને સાર્થક કરવાનું છે. શિક્ષકોમાં અદભૂત કલા છે તેઓ બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિને બહાર લાવી શકે છે. માનવ નિર્માણનું કાર્ય શિક્ષક કરે છે. જન્મ માટે પિતાને આભારી છે ત્યારે જીવન શિક્ષકને આભારી છે.
નવી શિક્ષણ નીતિનો ઉલ્લેખ કરતા મંત્રીએ જણાવ્યું કે, નવી શિક્ષણ નીતિ સ્કીલ બેઈઝ હશે. સાથે અતિથિ દેવો ભવ, માતૃ દેવો ભવ, પિતૃ દેવો ભવ અને ગુરૂદેવો ભવની પ્રણાલી પણ નવી શિક્ષણ નીતિમાં છે. યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની રાહબરી હેઠળ ભારત મહાસત્તા તરફ આગળ વધી રહ્યું છે ત્યારે ભારતને પુનઃ દિવ્ય બનાવવાનું કામ શિક્ષકોનું છે. બાળકોના ઉત્થાન માટે સવિશેષ કામગીરી કરનાર સન્માનિત શિક્ષકો અભિનંદનને પાત્ર છે. જે શાળાઓ ૧૦૦ ટકા પરિણામ લાવી તે શાળા પાસેથી અન્ય શાળાઓએ બોધપાઠ લઇને પોતાની શાળાઓની પ્રગતિ કરવી જોઈએ. એ જ રીતે જે શિક્ષકોએ સિધ્ધિ મેળવી છે તેમણે જિલ્લા પુરતુ સીમિત રહેવાનુ નથી રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષા સુધી પહોંચવાનું છે. આપણા વિદ્યાર્થીઓ જિલ્લા અને રાજ્યકક્ષાએ રેંકીગમાં આવે તેવા પ્રયાસ કરવાના છે. વડાપ્રધાનના ડિજિટલ ઈન્ડિયાના વિઝનને સાકાર કરવા માટે શિક્ષણ પણ ડિજિટલ થઈ રહ્યું છે.
આ પ્રસંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અવનીબા મોરીએ સ્વાગત પ્રવચન કર્યું હતું .









