GUJARATJAMNAGARJAMNAGAR CITY/ TALUKO

પુત્રના મોતના આઘાતમાં માતાનો ગળેટૂંપો 

–પુત્રના મોતના આઘાતમાં માતાનો ગળેટૂંપો

 

ત્રણ માસ અગાઉ અકસ્માતમાં મોટા પુત્રનું મોત : ગુમસુમ રહેતી માતાની ગળેફાંસો ખાઈ આત્મહત્યા : પોલીસ દ્વારા કાર્યવાહી
ખબર-જામનગર
જામનગર શહેરના શંકરટેકરી વિસ્તારમાં આવેલા નહેરૂવાસમાં રહેતી મહિલાનો પુત્ર ત્રણ માસ પહેલાં અકસ્માતમાં મૃત્યુ થયા ગુમસુમ રહેતી હતી અને પુત્રના આઘાતમાં માતાએ તેના ઘરે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરના શંકરટેકરી વિસ્તારમાં આવેલા નહેરૂવાસમાં રહેતાં હિરલબેન પ્રભુભાઈ પરમાર (ઉ.વ.45) નામના મહિલાના મોટા પુત્ર હિમાંશુનું આશરે ત્રણ માસ અગાઉ અકસ્માતમાં મોત નિપજ્યું હતું. પુત્રના મોતની ઘટના બાદ માતા હિરલબેન ગુમસુમ રહેતાં હતાં અને પુત્રના આઘાતમાં જ ગત તા.28 ના રોજ સાંજના સમયે તેના ઘરે પંખાના હુકમાં સાડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કરતા મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પતિ પ્રભુભાઈ પરમાર દ્વારા જાણ કરાતા હેકો એ.જે. સિંહલા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.–પુત્રના મોતના આઘાતમાં માતાએ ગળેટૂંપો દઈ જિંદગી ટૂંકાવી
ત્રણ માસ અગાઉ અકસ્માતમાં મોટા પુત્રનું મોત : ગુમસુમ રહેતી માતાની ગળેફાંસો ખાઈ આત્મહત્યા : પોલીસ દ્વારા કાર્યવાહી

 

જામનગર ( નયના દવે)

જામનગર શહેરના શંકરટેકરી વિસ્તારમાં આવેલા નહેરૂવાસમાં રહેતી મહિલાનો પુત્ર ત્રણ માસ પહેલાં અકસ્માતમાં મૃત્યુ થયા ગુમસુમ રહેતી હતી અને પુત્રના આઘાતમાં માતાએ તેના ઘરે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરના શંકરટેકરી વિસ્તારમાં આવેલા નહેરૂવાસમાં રહેતાં હિરલબેન પ્રભુભાઈ પરમાર (ઉ.વ.45) નામના મહિલાના મોટા પુત્ર હિમાંશુનું આશરે ત્રણ માસ અગાઉ અકસ્માતમાં મોત નિપજ્યું હતું. પુત્રના મોતની ઘટના બાદ માતા હિરલબેન ગુમસુમ રહેતાં હતાં અને પુત્રના આઘાતમાં જ ગત તા.28 ના રોજ સાંજના સમયે તેના ઘરે પંખાના હુકમાં સાડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કરતા મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પતિ પ્રભુભાઈ પરમાર દ્વારા જાણ કરાતા હેકો એ.જે. સિંહલા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

 

______________________

–જામનગરના મોરકંડા નજીકથી દારૂના જથ્થા સાથે રાજકોટનો કારચાલક ઝડપાયો

 

જામનગર નજીક મોરકંડા પાટીયા પાસેથી પોલીસે વોચ ગોઠવી કારને આંતરીને તલાસી લેતા તેમાંથી રૂા.41,000 ની કિંમતની 82 બોટલ દારૂ મળી આવતા પોલીસે રૂા.5.41 લાખનો મુદ્દામાલ કબ્જે કરી રાજકોટના શખ્સની ધરપકડ કરી હતી. જામનગર શહેરના ઈમામહુશેન ચોકમાં રહેતાં શખ્સના મકાનમાંથી પોલીસે રેઈડ દરમિયાન રૂા.2500 ની કિંમતની પાંચ બોટલ દારૂ સાથે શખ્સને ઝડપી લીધો હતો.
દારૂના દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો જામનગર તાલુકાના મોરકંડા ગામના પાટીયા પાસેથી પીએસઆઈ એમ.એ.મોરી, એએસઆઈ મહિપાલસિંહ જાડેજા તથા હેકો નિર્મળસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, હરદેવસિંહ જાડેજા તથા પો.કો. સુમિતભાઈ શિયાર, મયુરસિંહ જાડેજા, મહાવીરસિંહ જાડેજા સહિતના સ્ટાફે પસાર થતી જીજે-03-એલએમ-0424 નંબરની સેલ્ટસ કારને આંતરીને તલાસી લેતા કારમાંથી રૂા.41,000 ની કિંમતની ઈંગ્લીશ દારૂની 82 બોટલ મળી આવતા પોલીસે હર્ષ બિપીન ભુવા નામના રાજકોટના શખ્સને દબોચી લઇ પૂછપરછ હાથ ધરી આગળની કાર્યવાહી આરંભી હતી. બીજો દરોડો, જામનગર શહેરના જોડિયાભુંગામાં આવેલા ઈમામહુશેન ચોકમાં રહેતાં હુશેન સાલેમામદ સુરાણીના મકાનમાંથી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન તલાસી લેતા રૂ.2500 ની કિંમતની પાંચ બોટલ ઈંગ્લીશ દારૂની મળી આવતા પોલીસે હુશેનની ધરપકડ કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

 

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button