
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાનાં આહવા તાલુકા પંચાયતનાં ચિંચલી ગામ ખાતે એટીવીટી 15માં નાણાપંચનાં કામોમાં તાલુકા સદસ્ય દ્વારા મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવતા ગ્રામજનોએ જિલ્લા વિકાસ અધિકારીને લેખિતમાં ફરીયાદ કરી…
ડાંગ જિલ્લાનાં આહવા તાલુકા પંચાયતમાં સમાવિષ્ટ ચિંચલી ગામમાં એટીવીટી,15માં નાણાપંચ તથા તાલુકા પંચાયતના કામોમાં તાલુકા સદસ્ય દ્વારા મનમાની કરી હલકી કક્ષાના મટીરીયલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેવા આક્ષેપ સાથે ગ્રામજનોએ જિલ્લા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે.આહવા તાલુકા પંચાયતનાં ચિંચલી વિસ્તારનાં તાલુકા પંચાયતના સદસ્ય વિજયભાઈ નામદેવભાઈ ચૌધરી દ્વારા ચિંચલી તાલુકામાં આવતા 15માં નાણાપંચના કામોમાં ખુબ મોટા પ્રમાણમસ ભ્રષ્ટાચાર કરવામાં આવ્યા હોય તેવા આક્ષેપો થતા જોવા મળી રહ્યા છે. ગ્રુપ ગ્રામ પંચાયત ચિંચલી વિસ્તારનાં ગામોમાં 15માં નાણાપંચ તથા ATVT નાં કામોમા પણ તાલુકા પંચાયતના સદસ્ય દ્વારા હલકી કક્ષાનો માલ મટીરીયલનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનાં આક્ષેપો કર્યા છે.આ કામોમાં લોકલ ખરાબ રેતી માટી જેવી રેતીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.ત્યારે ગ્રામજનોએ વિરોધ કરવા છતા પણ એ કામો તાલુકા પંચાયતના સદસ્યની મનમાનીથી થતા જોવા મળી રહ્યા છે.ચિંચલી તાલુકાનાં કામો અને ગ્રામ પંચાયતના કામો જેવા કે 15માં નાણાપંચ તથા એ . ટી.વી. ટી.હેઠળ કરવામાં આવેલ કામોને હજુ 3થી 4 મહિના થયા નથી.તેવામાં આ કામોની હાલત બિસ્માર થઈ જવા પામી છે.હાલમાં ચિંચલી ખાતે હનુમાનજી મંદિરથી પ્રાથમિક શાળા તરફ જતા સી.સી.રસ્તાનાં કામમાં પણ માટી જેવી રેતીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.અને રસ્તાની બે ઇંચ પણ જાડાઇ કરવામાં આવી નથી.ત્યારે હલકી કક્ષાના મટીરીયલ નો ઉપયોગ કરી બનાવવામાં આવેલ રસ્તાને ફરી બનાવવામાં આવે તેવી પણ સ્થાનિકોમાં માંગ ઉઠવા પામી છે.તેમજ સ્થળ પર કામો અને બિલનાં ચુકવણા થયેલ કામોમાં તક્તી તથા બૉર્ડ પણ મુકવામાં આવેલ નથી. જેના કારણે અનેક સવાલ ઉઠવા પામ્યા છે.તાલુકાના સદસ્ય દ્વારા પોતાના આર્થિક સ્વાર્થ માટે અને પોતાના ખિસ્સા ભરવા માટે મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે.ત્યારે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તાત્કાલિક ધોરણે સ્થળ તપાસ કરીને યોગ્ય કાર્યવાહીનાં પગલા લેવામાં આવે તેવી ગ્રામજનોએ માંગણી કરી છે..





