AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONEGUJARAT

માતાએ 2 મહિનાની દિકરીની હત્યા કરી, બાળકીને સિવિલના ત્રીજા માળેથી ફેંકી દીધી

સિવિલ હોસ્પિટલમાં બાળકીને સારવાર માટે લઈને આવેલી માતાએ બે મહિનાની દિકરીને ત્રીજા માળેળી ફેંકીને તેની હત્યા કરી દીધી છે. આણંદના દંપત્તિ તેમની દિકરીને સારવાર કરાવવા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લાવ્યા હતા પરંતુ 2 મહિનાની માસુમ ફૂલ જેવી બાળકીને હોસ્પિટલના ત્રીજા માળેથી ફેંકીને માતાએ દિકરી હત્યા કરી હતી. આ મામલે પતિ આસિફામિયાંએ અમદાવાદ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં પત્ની ફરજાબાનુંના વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે હત્યા સહિત અન્ય ગુના નોંધી તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ કારણે કરી હત્યા 
પેટલાદમાં પત્નીએ બે માસ પહેલા પુત્રીને જન્મ આપ્યો હતો. જો કે જન્મ પછી, પુત્રી સતત બીમાર રહેવા લાગી હતી. તેની નડિયાદ અને વડોદરા હોસ્પિટલમાં અગાઉ સારવાર કરાવવામાં આવી હતી. યુવતીને અમદાવાદની 1,200 બેડની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જે સાજી ના થતા માતાએ તેને ત્રીજા માળેથી ફેંકી દીધી હતી.

આ રીતે હકીકત આવી સામે
1 જાન્યુઆરીના રોજ સવારે માતા ફરજાબાનુએ પુત્રી ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. સમગ્ર મામલાની માહિતી મળ્યા બાદ પોલીસ હોસ્પિટલ પહોંચી અને સીસીટીવી ફૂટેજ ચેક કર્યા. હોસ્પિટલના સીસીટીવી ચેક કરતાં માતાનું આ કારનામું ખુલ્લુ પડી ગયું હતું. સવારે જ્યારે બધા સૂતા હતા ત્યારે માતાએ બહાર તપાસ કરી કોઈ હતી કોઈ ના હોવાથી પુત્રીને વોર્ડમાંથી લઈ ગઈ અને ત્રીજા માળેથી ફેંકીને તેની હત્યા કરી દીધી હતી.

શું બિમાર પૂત્રીને આ રીતે કોઈ માં મુક્તિ આપી શકે છે 
ઘટનાની તપાસ કરતાં માતાએ કબૂલ્યું કે તેણે તેની પુત્રીને પીડામાંથી મુક્ત કરવા માટે આવું કર્યું હતું. આરોપી ફરજાબાનુના લગ્ન 25 ડિસેમ્બર 2021ના રોજ આસિફ મલેક સાથે થયા હતા. દીકરી અમરીન બાનુનો ​​જન્મ 5 ઓક્ટોબર 2022ના રોજ થયો હતો. પુત્રીના જન્મથી પતિ-પત્ની ખૂબ જ ખુશ હતા. પરંતુ ડિલિવરી દરમિયાન બાળકી પાણી પી ગઈ હતી અને તેને વડોદરાની એસએસજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ઓપરેશનના બાદ ડોક્ટરે રજા આપી હતી. જો કે એ બાદ પુત્રીની તબિયત ફરી બગડતાં તેને 14 ડિસેમ્બરે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી પરંતુ જ્યારે પુત્રી આરામ કરી શકતી ન હતી ત્યારે માતાએ તેની હત્યા કરવાનું કાવતરું ઘડ્યું હતું.

[wptube id="1252022"]
Back to top button