
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
સરકારી વિનયન અને વાણિજય કોલેજ, આહવાના આચાર્યશ્રી ડૉ.યુ.કે.ગાંગુર્ડેના માર્ગદર્શન હેઠળ એન.એસ.એસ.વિભાગ અને આઈ.ટી. સમિતિ દ્વારા સાઈબર ક્રાઈમ અવેરનેસ તથા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામા આવ્યો હતો.
આ ક્રાયક્રમમા પોલીસ વિભાગના PSI શ્રીમતી એલ.એમ.ચૌધરી તથા કાનુની સહાય કેન્દ્રના કાનુની સલાહકાર તેમજ શ્રી હમજાભાઈ વકીલશ્રી ઉપસ્થિત રહ્યા હતા.
શ્રીમતી એલ.એમ. ચૌધરી દ્વારા સાઈબર ક્રાઈમના ગુનાઓ કેવી રીતે થાય છે, અને આવા ગુનાઓ આપણી સાથે ના થાય તેની તકેદારી કેવી રીતે રાખવી, તેની ઉદાહરણ સહીત માહિતી પુરી પાડી, વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.
કોલેજના આચાર્યશ્રી ડૉ.યુ.કે.ગાંગુર્ડે દ્વારા પણ પોતાને થયેલ જાત અનુભવ દ્વારા વિદ્યાર્થીઓને સાઈબર ક્રાઈમમાં કેવી રીતે ફસાઈ જવાય છે, અને તેનાથી કેવી રીતે બચવું તેના ઉપાયો જણાવ્યા હતા.
વક્તાઓએ ભારત દેશમાં સાઈબર ક્રાઈમ ઘટે તે માટેના પ્રયત્નો માટે હાકલ કરી હતી.
મહાનુભાવોએ વૃક્ષારોપણ એ જીવસૃષ્ટિને બચાવવા માટેનું એક ઉમદા કાર્ય છે, તેમ જણાવી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. ગ્લોબલ વોર્મિંગની સમસ્યાઓને ધ્યાનમાં રાખતા પર્યાવણનું જતન અને સંવર્ધન કરવું કેટલું મહત્વનું છે, અને આ રીતે વધારે ને વધારે વૃક્ષો વાવીએ અને વિશ્વ પર્યાવરણને બચાવવા ભાગીદાર બનીએ એવો પડકાર વિદ્યાર્થીઓને આપ્યો હતો.
કાનુની સલાહ કેન્દ્રના શ્રી હમજાભાઈ તથા ગાયકવાડ દ્વારા સાઈબર ક્રાઈમ અંગે વિસ્તૃત માહિતી આપી સાઈબર ક્રાઈમ અંગે માહિતીગાર કર્યા હતા.
એન.એસ.એસ.ના પ્રોગ્રામ ઓફિસર ડૉ.જે.એલ.ગાવિત દ્વારા એન.એસ.એસ. વિભાગ દ્વારા થતી વિવિધ પ્રવૃત્તીઓ વિશે સમજુતી આપી હતી. વૃક્ષારોપણનું મહત્વ સમજાવ્યું હતું. વૈશ્વિક પર્યાવરણની સમસ્યાઓને જોતા માનવજાતને અને જીવસૃષ્ટિને બચાવવા માટે દરેક માનવીએ પર્યાવરણ રક્ષણ, જાળવણી અને સંવર્ધન કરવાની નૈતિક ફરજ છે, એમ જણાવી વૃક્ષારોપણ કરવા માટે હાકલ કરી હતી.
ઉપસ્થિત મહેમાનો તથા આચાર્યશ્રી દ્વારા અને કોલેજના એન.એસ.એસ. વિભાગ તથા દરેક ડીપાર્ટમેન્ટ દ્વારા 50 જેટલા વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. બાકીના વધેલા વૃક્ષોનું વિદ્યાર્થીઓને પોતાના ઘરે વૃક્ષો વાવવા માટે દાન કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં કોલેજનો તમામ સ્ટાફ અને 700 જેટલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સુચારું સંચાલન ડૉ.ભગીનાબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું આયોજન આચાર્યશ્રીના માર્ગદર્શન હેઠળ NSS વિભાગ અને IT સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું.









