GUJARATJUNAGADHKESHOD

માળીયાહાટીના તાલુકાની શ્રીકડાયા શાળામાં RAF Global દ્વારા બાળ મેળા અને વિજ્ઞાન પ્રદર્શન મેળાનું આયોજન કરવામાં આવ્યું

આ મેળામાં આરોગ્ય અને પૌષ્ટિક આહાર, એગ્રિકલ્ચરમાં ઓર્ગેનિક ખેતી તેમજ વર્મી કંપોસ્ટ ડેમો બાળકો દ્વારા તૈયાર કરેલ વિજ્ઞાનના જુદા જુદા પ્રયોગોના સ્ટોલ બનાવી બાળકો દ્વારા પ્રદર્શનમાં મુકવામાં આવ્યા હતા. આ મેળામાં ગામનાસરપંચ શ્રી , પંચાયત સભ્યો આગેવાનો અને તાલુકા શેક્ષિક્સ મહાસંઘ ના પ્રમુખશ્રી, BRC સાહેબ,આરોગ્ય વિભાગ દ્વારા આંખની તપાસ અને એનિમિયા વિશે માહિતી આપી અને સરસ્વતી પ્રાથમિક શાળાના સ્ટાફ તથા બાળકો તેમજ કડાયા હાઈસ્કૂલના આચાર્યશ્રી સ્ટાફ, અને વિદ્યાર્થીઓ બહુ મોટી સંખ્યામાં ગ્રામજનો તેમજ S M C સભ્યોએ હાજરી આપી ને કાર્યક્રમ નિહાળવામાં આવ્યો હતો તથા બાળ મેળા ભાગ લીધેલ વિદ્યાર્થીઓને RAF Global ની ટિમ દ્વારા ઇનામ આપી પ્રોત્સાહિત કરેલ હતા. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન RAF Global ના સિનિયર પ્રોગામ ઓફિસર હિતેશભાઈ માળવીયા  તથા ધવલભાઈ અને જુદાં જુદાં ગામના VF  દ્વારા કરવામાં આવ્યું હતું. આ તકે શાળાના આચાર્ય શ્રી અને શાળા પરિવાર તેમજ એસએમસી સભ્યો તથા ગામ લોકોએ RAF Global  સ્ટાફનો આભાર માનેલ  અને ભવિષ્ય માં આવા કાર્યક્રમો યોજાયા રહે તેવી આશા સાથે આ કાર્યક્રમ ને પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો.

રિપોર્ટ : અનિરૂધ્ધસિંહ બાબરીયા – કેશોદ

 

[wptube id="1252022"]
Back to top button