BANASKANTHAPALANPUR

પાલનપુર તાલુકાની ભૂતેડી પ્રાથમિક શાળામાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી

27 જાન્યુઆરી, વાત્સલ્યમ દૈનિક સમાચાર,સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

ભૂતેડી પ્રાથમિક શાળામાં 74 માં પ્રજાસત્તાક દિવસની રંગારંગ ઉજવણી કરવામાં આવી હતી. સૌપ્રથમ બાળકો દ્વારા પ્રભાતફેરી કાઢવામાં આવી હતી.ત્યારબાદ દીકરીને સલામ દેશને નામ અંતર્ગત ગામની દીકરી રીટાબેન કરશનભાઈ ચૌધરી ના હસ્તે ધ્વજ ફરકાવી ધ્વજવંદન કરવામાં આવ્યું. દેશભક્તિના માહોલ વચ્ચે વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા બાળકોને પ્રોત્સાહન ઇનામો આપવામાં આવ્યા.જેમાં ઉપ સરપંચશ્રી વિરસંગભાઈ રાતડાએ સહયોગ આપ્યો હતો.ત્યારબાદ બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની સુંદર રજુઆત કરવામાં આવી હતી.બાળકોએ તેમના પ્રદર્શન દ્વારા સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા.ગ્રામજનો અને વાલીઓએ બાળકોના આ પ્રદર્શનને બિરદાવવા પ્રોત્સાહન માટે ઇનમોની હેલી બોલાવી હતી.ત્યાર બાદ શાળાના શિક્ષકશ્રી પરેશભાઈ પુરોહિતને શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ 2022.23 માટે પ્રતિભાશાળી શિક્ષક તરીકે જાહેર કરતા તેમનું સન્માન ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યું હતું.પૂર્વ સરપંચશ્રી રમેશભાઈ,શાળાના આચાર્યશ્રી મયંકભાઈ અને હાઈસ્કૂલના આચાર્યશ્રી માવજીભાઈ દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું.યોગના કાર્યક્રમમાં બાળકોને ટીશર્ટ ડૉ રોનક પટેલ નિઓકિડ્સ હોસ્પિટલ દ્વારા આપવામાં આવી હતી.સૌ ગ્રામજનો દ્વારા સૌ શિક્ષકોની કામગીરી ને બિરદાવી કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવ્યો હતો.

[wptube id="1252022"]
Back to top button