

શિનોર તાલુકાના સાધલી ગામે આવેલ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય સાધલી શાખા નાં સંચાલિકા જ્યોતિ બેન તેમજ પારુલ બેન ની ઉપસ્થિતિ માં બ્રહ્માકુમારીઝ બહેનો દ્વારા સાધલી પોલીસ સ્ટેશન.સાધલી ની સરકારી ખાનગી શાળાઓ. સાધલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર.હોસ્પિટલો.બેન્કો.તેમજ ગ્રામ પંચાયત સ્ટાફ ને રક્ષા બંધન બાંધી રક્ષા બંધન ની ઊજવણી કરવામાં આવી હતી.
તેમજ ગુજરાતી પ્રાથમિક શાળા ખાતે રક્ષા બંધન વિશે એક ખાસ કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં આજુ બાજુના ગામમાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
બ્રહ્માકુમારીઝ બહેનો નો રક્ષા બંધન પ્રત્યેનો અનેરો ઉત્સાહ જોઈ તામમ જગ્યાઓએ બ્રહ્માકુમારીઝ બહેનોને સન્માન આપી આવકારવામાં આવ્યા હતા.બ્રહ્માકુમારીઝ બહેનો દ્વારા રક્ષા બંધન બાંધવામાં આવતા તમામ કર્મચારીઓ માં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
ફૈઝ ખત્રી – શિનોર
[wptube id="1252022"]









