BANASKANTHAPALANPUR
જીવદયા ફાઉન્ડેશન દ્વારા ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે આદિવાસી વિસ્તારના બાળકોને ચપ્પલ અને બુટ વિતરણ કરાયા


9 મે વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
જીવદયા ફાઉન્ડેશન દ્વારા સ્વ રિશી ગોપાલભાઈ ચંદાનીની ચોથી માસીક પુણ્ય તીથી નિમિતે પક્ષી માટે 80 નંગ કુંડા તથા બાળકો માટે 100 જોડી ચપ્પલ અને 40 જોડી બુટ તથા 30 કિલો ભૂંગળા અને બટાકાનો નાસ્તો પણ આપવામાં આવ્યો હતો.રવિવારના રોજ બપોરે જીવ દયા ફાઉન્ડેશન દ્વારા જીવદયા પ્રેમી ઠાકોર દાસ ખત્રી પરાગભાઈ સ્વામી સહયોગથી પાલનપુરથી 40 કિલોમીટર દૂર દાતા થી નાની કુંવારસી ગામ સુધીમાં આદિવાસી વિસ્તારમાં ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે આદિવાસી વિસ્તારના બાળકોને વિતરણ કરાયું હતું.આ સાથે જીવદયા ફાઉન્ડેશનના પ્રમુખ ઠાકોરદાસ ખત્રી, કાર્તિક ખત્રી, પરાગભાઇ સ્વામી, હરિભાઈ વિષ્ણુ મહારાજ, લોકેશભાઈ ખત્રી ભરતભાઈ બાયડ વગેરે સહયોગી બન્યા હતા
[wptube id="1252022"]







