GUJARATLUNAWADAMAHISAGAR

મહીસાગર જિલ્લા આયોજન સમિતિના ૧૮ (અઢાર) સભ્યોની ચૂંટણી

આસીફ શેખ લુણાવાડા

મહીસાગર જિલ્લા આયોજન સમિતિના ૧૮ (અઢાર) સભ્યોની ચૂંટણી

મહીસાગર જિલ્લામાં જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યોમાંથી અને તેમના દ્વારા મહીસાગર જિલ્લાની જિલ્લા આયોજન સમિતિના સભ્યોમાંથી ૧૮ (અઢાર) સભ્યોની ચૂંટણી યોજાશે

નામાંકન પત્રો ઉમેદવારે અથવા તેના પ્રસ્તાવકર્તાએ ચૂંટણી અધિકારીને પ્રાંત કચેરી લુણાવાડા, જીલ્લા સેવા સદન મહીસાગર પ્રથમ માળે, રૂમ નંબર-૧૨૧ અથવા મદદનીશ ચૂંટણી અધિકારીને, જીલ્લા પંચાયત મહીસાગર પ્રથમ માળ રૂમ નંબર A-૧૦૬ ખાતે તા.૧૦/૦૧/૨૦૨૪ સુધી (જાહેર રજા સિવાયના) કોઇપણ દિવસે સવારે ૧૧ વાગ્યાથી બપોરે ૩ વાગ્યાની વચ્ચે મોકલી આપવા જોઇશે પણ તેથી મોડું કરવું જોઇશે નહિ, નામાંકન પત્રના નમૂના ઉપર જણાવેલા સ્થળે અને સમયે મળી શકશે.

નામાંકન પત્રો ચકાસણી માટે પ્રાંત કચેરી લુણાવાડા, જીલ્લા સેવા સદન મહીસાગર, પ્રથમ માળે, રૂમ નંબર-૧૨૧ ખાતે તા.૧૨/૦૧/૨૦૨૪ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે લેવામાં આવશે, ઉમેદવારી પાછી ખેંચી લેવાની નોટિસ તા.૧૬/૦૧/૨૦૨૪ ના રોજ, બપોરે ૩:૦૦ વાગ્યા પહેલાં પોતાની કચેરી ખાતે ઉપરના પરિચ્છેદમાં નિર્દિષ્ટ કરેલા અધિકારીઓ પૈકીના કોઇ એક: અધિકારીને ઉમેદવાર અથવા ઉમેદવારે (નોટિસ) પહોંચાડવા માટે લેખિતમાં અધિકૃત કર્યા હોય તેવા તેના પ્રસ્તાવકર્તા દ્વારા પહોંચાડી શકાશે.

ચૂંટણી કરાવવામાં આવી રહી હોય તેવા પ્રસંગમાં(કિસ્સામાં)મતદાન તા.૨૯/૦૧/૨૦૨૪ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે થી બપોરના ૩:૦૦ કલાકે ની વચ્ચે યોજવામાં આવશે.

[wptube id="1252022"]
Back to top button