GUJARATJAMNAGARJAMNAGAR CITY/ TALUKO

Mundra : મુન્દ્રા પોર્ટ સાહસ અને દુરંદેશીમય સંકલ્પ સાકાર

મુન્દ્રા પોર્ટ::સાહસ અને દુરંદેશીમય સંકલ્પ સાકાર

૨૫ વર્ષથી અવિરત પ્રગતિ સાથે રોજગારી-ટેકનોલોજી-અવિરત જહેમતનો ચોવીસ કલાક ધમધમાટ

કચ્છને રૂડુ કર્યુ વસવાટ પ્રિય કર્યુ સુખનો રોટલો સાથે કેળવણી અને શાખ સુવિધાઓ આપી ગૌતમ અદાણીએ કુદરતી ભેંટ અવસરમાં પલટાવી

જામનગર (ભરત ભોગાયતા)

એમ કહેવાય કે કચ્છડો બારેમાસ ……પરંતુ એ કહેવત નુ એક સ્વરૂપ એ પણ હતુ કે અહી કુદરતે બારમાસી દરીયાઇ સાનુકુળતાની ભેંટ આપી છે …..આ ખોજ કરનાર ગૌતમ અદાણી એ સાહસ અને દુરંદેશી સાથે સંકલ્પ સાકાર કરી રાજ્ય અને રાષ્ટ્રને આંતરરાષ્ટ્રીય ઓળખ અપાવી-મુન્દ્રાબંદર ને ધમધમતુ કરી ને કે જે આજે દેશનુ ગૌરવ છે એ વિકાસ ની કેડીની જહેમતથી આજે ફાસ્ટ ટ્રેક પોર્ટ બન્યુછે જે પચ્ચીસવર્ષની અથાગ પરિશ્રમની ફલશ્રુતિ હોવાનુ અદાણી પોર્ટ નુ બુલેટીન જણાવે છે

એક સીમાચિહ્નરૂપ તેજોમય સફરની સ્મૃતિ સાથે મુન્દ્રા પોર્ટ વૈશ્વિક સ્તરે સૌથી મોટા બંદરોમાંના એક તરીકે તેના વિસ્તરણ અને ઉત્ક્રાંતિને હાઇલાઇટ કરીને પાથ-બ્રેકિંગ કામગીરીના ૨૫ વર્ષની ઉજવણી કરી રહ્યું છે.

૭ ઓક્ટોબર, ૧૯૯૮ ના એ દિવસે મુન્દ્રા પોર્ટના તટ ઉપર સૌ પ્રથમ જહાજ MT આલ્ફ્રાને લાંગર્યા બાદ બંદરે એક સ્વપ્નદ્રષ્ટા અભિગમ, અતુટ મહત્વાકાંક્ષા અને ક્ષતિરહિત કામગીરીનું અવિરત પ્રદર્શન કરવા સાથે વૈશ્વિક નકશા પર પોતાને પ્રીમિયર અને તકનીકી રીતે અદ્યતન બંદરોમાંના એક તરીકે અંકીત કર્યું છે.

મુન્દ્રા પોર્ટે વેપાર વણજની ગતિવિધીના નિર્ણાયક પ્રવેશદ્વાર તરીકે ઉભરીને આજે એક મલ્ટિમોડલ હબ તરીકે વિકસ્યું છે જેણે વેપારને વેગવાન બનાવ્યો છે અને આર્થિક પ્રગતિનો પાયો મજબૂત બનાવ્યો છે. એક સાવ સાધારણ શરૂઆતથી આજે તે વૈશ્વિક પ્રસિદ્ધિ પામ્યું છે. ભારતના આર્થિક માળખામાં તેની કેન્દ્રીય ભૂમિકા પર ભાર મૂકતા આ પોર્ટે તેના અસ્તિત્વના ૨૫ વર્ષોમાં રાજ્ય અને રાષ્ટ્રીય તિજોરીમાં રુ.૨.૨૫ લાખ કરોડથી વધુનું માતબર યોગદાન આપવા સાથે, શરૂઆતથી આજ સુધીમાં ૭.૫ કરોડ માનવ-દિન કરતાં વધુ રોજગારીનું સર્જન કર્યું છે.

૧૯૯૮માં મુઠ્ઠીભર ટન કાર્ગો સંચાલનથી સફર શરુ કર્યા બાદ મુન્દ્રાએ ૨૦૧૪માં ૧૦૦ મિલીયન મેટ્રિક ટન કાર્ગોનું

સંચાલન કર્યુ તે સમયે આ પ્રકારે કામકાજ કરનાર મુદ્રા પોર્ટ પ્રથમ હતું. આજે મુદ્રા પોર્ટ ભારતમાં ફરી પ્રથમવાર ૧૫૫ મિલીયન

મેટ્રિક ટનથી વધુ કાર્ગોનું સંચાલન કરે છે, જે ભારતના દરિયાઈ કાર્ગોનો લગભગ ૧૧% હિસ્સો દર્શાવે છે. મુન્દ્રા કન્ટેનર ટ્રાફિક

માટે મુદ્રા એક્ઝિમ ગેટવે પણ છે. હકીકતમાં દેશનો ૩૩% કન્ટેનર ટ્રાફિક સમર્પિત ફ્રેઇટ કોરિડોરમાંથી પસાર થાય છે જે ઉત્તરીય

અંતરિયાળ વિસ્તારથી મુન્દ્રા સુધી ડબલટેંક કન્ટેનરની અનન્ય સુવિધા પૂરી પાડે છે.

આ પ્રસંગે ખુશી અને સંતોષ વ્યક્ત કરતાં અદાણી ગ્રુપના ચેરમેન શ્રી ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે, મારા માટે મુંદ્રા એ એક બંદરથી વિશેષ છે. તે સમગ્ર અદાણી ગ્રુપ માટે શક્યતાઓની ક્ષિતિજના શિરમોર સ્થાને છે. 25 વર્ષ પહેલાં જ્યારે અમે પોર્ટનું મંગલાચરણ કર્યું ત્યારે અમે એક દીવાદાંડીનું સપનું જોયું હતું જે ભારતની આગામી કૂચનું પ્રતિનિધિત્વ કરશે. પ્રતિબદ્ધતાના હૃદયના આ ધબકારા માત્ર મુન્દ્રામાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં ગુંજી રહ્યા છે અને જે તમામ હિતધારકોના વિશ્વાસનો પડઘો પાડે છે આ તમામને અમારી આ સફરમાં સામેલ થવા માટે ભરપૂર ભરોસો હતો. આજે અમે અમારી આ સિલ્વર જ્યુબિલીને ઉજવી રહ્યા છીએ ત્યારે મુદ્રા અજાયબીઓના એક પ્રમાણપત્ર તરીકે સૌની સમક્ષ ઉભું છે. જ્યારે દૂરદર્શિતા, મક્કમ પ્રતિબધ્ધતા અને હજારો હાથ ભેગા થાય છે ત્યારે રળિયામણા બનીને પ્રગટ થઈ શકે છે. અમે અમારા કર્મચારીઓ અને ભાગીદારો સાથે માત્ર એક પોર્ટ બાંધ્યું નથી પરંતુ મુન્દ્રા પોર્ટને વૈશ્વિક ઉત્કૃષ્ટતાન પ્રતીકરુપ શિલ્પનું સર્જન કર્યુ છે. મુન્દ્રા પોર્ટટના ઝળહળતા કામકાજે સમગ્ર કચ્છ પ્રદેશનો કાયાકલ્પ કર્યો છે. અને નવી જ બ્લુપ્રિન્ટ્સ તૈયાર કરી છે.. અમારો આત્મવિશ્વાસ ક્યારેય ઊંચો રહ્યો નથી

અને મુંદ્રા વૈશ્વિક નકશા ઉપર બેન્ચમાર્ક સેટ કરીને આગળ વધવાનું ચાલુ રાખશે એમ તેમણે ઉમેર્યુ હતું. મુખ્ય કારોબારી અધિકારી અને પૂર્ણકાલિન ડાયરેક્ટર શ્રી કરણ અદાણીએ જણાવ્યું હતું કે આજે મુંદ્રા વિશ્વ કક્ષાના ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું પ્રદર્શન કરી રહ્યું છે.અને મુન્ને નિહાળનાર સહુ કોઇ એ વાતે સહમત થશે કે મુન્દ્રા પોર્ટ એ ગૌતમ અદાણી જેવા અગ્રણી ઉદ્યોગ સાહસિકોની દૂરંદેશી અને અડગ નિર્ધારની જીવંત દ્રશ્યમાન નિશાની છે. જેઓ મોટું વિચારવા અને લાંબા ગાળા માટે વિચારવાનું બંધ કરવાનો હંમેશા ઇનકાર કરતા રહ્યા છે.

@______________

BGB

gov.accre.Journalist

jmr

8758659878

[wptube id="1252022"]
Back to top button