
વિજાપુર શુભ સંકલ્પ બેંગ્લોઝ ના રહીશો માટેની પીવાના પાણી ની લાઇન ની કામગીરી અટવાઈ જતા રહીશો માં આક્રોશ

મુખ્યમંત્રી સમક્ષ જઈને ધરણા કરવા ની ચીમકી ઉચ્ચરાઈ
જીવન જરૂરી પીવાનો પાણી નહિ મળતા આક્રોશ વ્યક્ત કર્યો
પીવાના પાણી ની લાઇન અટકાવવા પાછળ ભાજપ નું મોટું માથું
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના ગોવિંદપુરા ગ્રામ પંચાયતના હદ વિસ્તારમાં આવેલ શુભ સંકલ્પ બેંગ્લોઝ ના રહીશો છેલ્લા છ મહિના થી ભાજપના મોટા માથાઓ ની રાજકીય કુટનીતિ ની ભોગ બનતા જીવન જરૂરિયાત પીવાના પાણી ની સમસ્યા ના કારણે ભારે પરેશાની માં મૂકાયા છે જેને લઈને બેંગ્લોઝ ના રહીશો તાલુકા પંચાયત માં આવી ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો આ અંગેની મળતી માહીતી મૂજબ ગોવિંદપુરા જૂથ પંચાયત હદ વિસ્તારમાં આવેલ શુભ સંકલ્પ બેંગ્લોઝ માટે પીવાના પાણી ની સમસ્યા દૂર કરવા માટે સરકાર ની સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત પીવાના પાણી ની નવીન લાઇન ની કામગીરી માટે રહીશો પાસેથી ગ્રામપંચાયતે મંજૂરી મેળવી ને તેની કામગીરી આનંદ પુરા વોટર વર્કસ થી શુભ સંકલ્પ બેંગ્લોઝ સુધી આરંભ કર્યો હતો પરંતુ પાઇપ લાઇન ની કામગીરી તિરુપતિ બજાર નજીક આવતા કોમ્પ્લેક્ષ ના ભાગીદારો એ ભાજપના મોટા માથાનો ઉપયોગ કરીને પીવાના પાણી ની લાઇન નો કામ અટકાવી દેવામાં આવ્યો હતો જેને છેલ્લા છ મહિના થી પીવાના પાણી ના પાણી ના મુદ્દે રહીશો ટળવળી રહ્યા છે શુભ સંકલ્પ બેંગ્લોઝ ના રહીશો પ્રશ્ન નો ઝડપી નિકાલ લાવવા માટે તાલુકા પંચાયત ના ટીડીઓ સમક્ષ રજૂઆત કરવા આવ્યા હતા પરંતુ ટીડીઓ નહીં મળતા તેઓ એ નાયબ ટીડીઓ રશ્મિ બેન સમક્ષ રજૂઆત કરતા મામલો ઉગ્ર બન્યો હતો નાયબ ટીડીઓ સંતોષકારક કોઈ જવાબ નહીં આપતા રહીશો માં અસંતોષ ઉભો થયો હતો આ અંગે ગ્રામ પંચાયતના તલાટી સુરેશ ઝાલા નો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતુંકે તેઓને એક મહિનો થયો છે હજુ શુભ સંકલ્પ ના રહીશો ની શુ સમસ્યા છે તેની જાણ નથી પરંતુ હવે તેઓએ કરેલી અરજી તેમજ સમસ્યા નો નિકાલ માટે પ્રયત્ન હાથ ધરીશું જયારે શુભ સંકલ્પ બેંગ્લોઝ ના પ્રમુખે જણાવ્યું હતુકે છેલ્લા છ મહિના થી પીવાના પાણીની સમસ્યા છે આ આ માટે મામલતદાર ,ટીડીઓ, ગ્રામપંચાયત , સહિત ને સમસ્યા નિરાકરણ લાવવા માટે રજૂઆત કરવામાં આવી છે પીવાના પાણીની લાઇન નાખવામાં આવી છે પરંતુ રાજકીય મોટા માથાઓ ના કારણે તિરુપતિ બજાર પાસેથી પીવાની પાણીની લાઇન ની કામગીરી અટકાવી દેવામાં આવી છે જેના કારણે છેલ્લા છ મહિના થી પીવાનો પાણી રહીશો ને મળ્યું નથી જો આ પ્રશ્ન નો નિકાલ સત્વરે નહીં કરવામાં આવે તો બેંગ્લોઝ માં રહેતા રહીશો મુખ્યમંત્રી ના દ્વારે પોહચી તેમની સમક્ષ ધરણા કરશે તેવી ચીમકી ઉચ્ચારવામા આવી હતી





