
7-ઓકટો.
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.
ભુજ કચ્છ :- સરકારી પ્રાથામિક શાળાઓને ગ્રાન્ટ આપવા બાબતે પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા અધ્યક્ષ ભીખાભાઈ પટેલ અને મહામંત્રી અનિરુદ્ધસિંહ સોલંકી દ્વારા ગુજરાત રાજ્યના સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર સાહેબને પત્ર પાઠવી રજુઆત કરવામાં આવી હતી.પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ગુજરાતની રજૂઆતને કચ્છ જિલ્લાના શિક્ષકો વતિ પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ કચ્છ જિલ્લા અધ્યક્ષ રામસંગજી જાડેજા અને મહામંત્રી રમેશભાઈ ગાગલ,એચ.ટાટ અધ્યક્ષ ભરતભાઈ ભુરીયા અને મહામંત્રી અમરાભાઈ રબારી તેમજ તમામ તાલુકાના અધ્યક્ષ અને મહામંત્રીઓએ આવકારી હતી.તેવું પ્રચાર પ્રમુખ મહેશભાઈ દેસાઈની યાદીમાં જણાવાયું છે.

[wptube id="1252022"]







