
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
તા.૧૨/૦૧/૨૦૨૪
સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ નેત્રંગ ખાતે બે દિવસીય રમત ગમતનું આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્થાના આચાર્ય ડૉ.જી.આર.પરમારના માર્ગદર્શન અનુસાર સપ્તધારા હેઠળ ખેલખુદ ધારા અંતર્ગત વિવિધ રમતો જેવી કે દોડ, ઊંચી કુદ, લાંબી કૂદ, કબડ્ડી, ગોળા ફેંક, ચક્ર ફેંક, બરછી ફેંક, સંગીત ખુરશી, લીંબુ ચમચી જેવી વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સ્પર્ધાઓ અંતર્ગત કૉલેજના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. પ્રથમ દિવસે નેત્રંગ તાલુકાના પોલિસ સબ ઇન્સ્પેકટર આર.આર.ગોહિલ અને વિસ્તરણ અધિકારી યોગેશભાઈ પવારે ઉદ્દઘાટન કરાવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન ખેલ કુદ ધારાના અધ્યક્ષ ડૉ.એસ.આર.વસાવાએ કર્યું હતું તથા કૉલેજના તમામ અઘ્યાપકઓ તથા કર્મચારીઓ સહયોગી બન્યા હતા.
[wptube id="1252022"]








