DEVBHOOMI DWARKADWARKA

શિવરાજપુર બિચ પર વાહનોની અવર-જવર તથા કચરો ફેંકવા પર પ્રતિબંધ

માહિતી બ્યુરોદેવભૂમિ દ્વારકાઃ-

        દેવભૂમિ દ્વારકામાં જિલ્લામાં આવેલ બ્લુ ફલેગ સર્ટીફિકેટ ધરાવતો શિવરાજપુર બીચ એકદમ શાંત રળીયામણો અને પ્રાકૃતિક સમન્વયનું સુંદર નજરાણું છે. શિવરાજપુર બીચએ દ્વારકાથી નજીક હોવાથી દ્વારકાધીશના દર્શને આવતા સહેલાણીઓ પણ મોટા પ્રમાણમાં અહીં આવે છે. જેથી દેવભૂમિ દ્વારકાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીએ તેમને મળેલ સત્તાની રૂએ શિવરાજપુર બિચ પર ૫ કિલોમીટરની ત્રિજયામાં પ્લાસ્ટીકના ઉપયોગ/વપરાશ, વાહનોની અવર-જવર, કચરો ફેંકવા તેમજ કેમ્પેઇન કરવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિધ્ધય કરેલ છે.

        આ જાહેરનામું તા. ૦૫/૦૪/૨૦૨૪થી તા. ૦૩/૦૬/૨૦૨૪ સુધી અમલમાં રહેશે. આ જાહેનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર ઠરશે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button