
સસલા ના ‘કોમલ’ હ્રદય જેવુ નામ ધરાવતા સી.ડી.પી.ઓ નુ તંત્ર સન્માન પણ કરી નાખ્યું ?
વાત્સલ્યમ્ સમાચાર
નિલેશ સોલંકી

રાજકોટ જિલ્લા ના ગોંડલ તાલુકાના અનીડા ગામે આંગણવાડી વર્કર બહેનો દ્વારા આંગણવાડી કેન્દ્રો મા આવતા નિઃશુલ્ક પોષણ મળે આપવામા પેકેટો ની ગેરરીતિ બાબતે સેવા સમાપ્તિ કરીને પોલીસ ફરિયાદ નોંધાઇ હતી.
આ અનીડા ગામ ના સેવા સમાપ્તિ થયેલ વર્કર બહેનો દ્વારા ૨૩/૧૦/૨૦૨૩ રોજ લેખિત ફરિયાદ કરવામા આવી છે અને લેખિત જણાવેલું છે કે કોઈ પ્રકાર ની નોટીસ આપ્યા વિના સેવા સમાપ્તિ કરવામાં આવી છે તે અંગે તાત્કાલીક અસરથી તપાસ કરવાની માંગણી કરવામા આવી છે.

સેવા સમાપ્તિ થયેલ આંગણવાડી વર્કર બહેનો પાસે થી જાણવા મળતી વિગતો મુજબ કે તારીખ ૧૮ /૮/૨૦૨૩ ના ગોંડલ તાલુકા ના આઇ.સી.ડી.એસ ઘટક ૨ ના બાળ વિકાસ યોજના અધિકારી દ્વારા પોતાની સતા દુરુપયોગ કરી ને કબૂલાત લખાવી ને ઉચ્ચકક્ષાએ રજૂ કરી ને ૧૯/૮/૩૦૨૩ ના રોજ સેવા સમાપ્તિ કરેલ છે.
જાણવા મળતી વિગતો મુજબ કે અનીડા ગામે પેકેટો ગેરરીતિ બાબતે તપાસ કરતા અધિકારી નુ તંત્ર દ્વારા ગોંડલ બાળ વિકાસ યોજના અધિકારી નુ સન્માન પત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું.
આઇ.સી.ડી.એસ ના વર્ગ ૧ અધીકારી અવારનવાર પત્રકારો વીષે શેખી મારે છે: ગોંડલ ૨ ના સી.ડી.પી.ઓ ની ચિંતા કરવા વારા છે તો વર્ગ ૧ અધિકારી સાંભળી લે કે સત્ય અરીસા જેવું હોય છે સાચું હોય તે દેખાય ને લખાય

હવે એ જોવાનું એ છે કે આંગણવાડી આવતા પેકેટો ની ગેરરીતિ સાબિત થઈ ગઈ હોય તો કબૂલાત લખાવાની શુ જરૂર પડી હશે? વિસ્તારો ના લાભાર્થી ઓ ના રોજકામ મા સહી ઓ હોવા છતા કબૂલાત લખાવાની શૂ જરૂર પડી અને કબૂલાત લખાવતી વખતે આ ને મોબાઈલ કેમ મોંન કરાવી દીધો હતો? આ મોટા પ્રશ્નો છે.
ન્યાય નીતી સોહ ગરીબ ને મોટા ને સોહ માફ વાઘે માર્યો માનવી એમા શો ઈન્સાફ !
અનીડા ગામ ના સેવા સમાપ્તિ થયેલ વર્કર બહેનો એ અનીડા ગામ આંગણવાડી વર્કર ની ભરતી મા રોક લગાવા માટે ઉચ્ચકક્ષાએ લેખિત રજુઆતો કરી છે રાજકોટ જિલ્લા માં આંગણવાળી ભરતી જાહેર થયેલ છે.અને હાલ ગોંડલ તાલુકા ના અનીડા ગામે અમો આંગણવાડી કાર્યકર ને ગોંડલ-૨ ના બાળ વિકાસ યોજના અધિકારી કોમલબેન ઠાકર દ્વારા ખોટા રેકોર્ડ ઉભા કરીને સતા નો દૂર ઉપયોગ કરીને કબૂલાત નામુ લખાવી લીધેલ હતુ ત્યાર બાદ અમો ત્રણ કાર્યકર ને ખોટી રીતે છુટા કરેલ છે.તે અંગે અમો દ્વારા ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ કેબિનેટ મંત્રી સાહેબ ને પુરાવા ઓ સાથે રૂબરૂ લેખિત રજૂઆત કરેલ છે જ્યાં સુધી મંત્રી સાહેબ ને કરેલ રજૂઆત નો અંતિમ નિર્ણય ના આવે ત્યાં સુધી ગોંડલ તાલુકા ના અનીડા ગામની આંગણવાની કાર્યકર ભરતી માં રોક લગાવવા વિનંતિ કરીને રજૂઆત કરી હતી સાથે ચીમકી પણ ઉચ્ચારી છે.
ખાસ-અમારી આ રજૂઆત ને પૂરતી ધ્યાને લેવામાં નહીં આવે તો ભવિષ્યમાં હાઈકોર્ટ માં રજૂ કરવામાં આવશે ત્યારે તમામ જવાબદારી નિમણૂક અધિકારી ની રેહશે જેની અગમ ચેત અરજી કરીયે છીએ તેવી લેખિત રજૂઆત કરી છે.
અરજદારો ને મળતા વિગતો જાણવા મળી હતી કે સાથે જણાવ્યું હતું કે અમો ત્રણ ને પૂરે પૂરી રીતે ટાર્ગેટ બનાવી ને કબૂલાત નામું લખાવી ને સી.ડી.પી.ઓ. ઉચ્ચ અધિકારીઓ ને રજૂ કરી ને આંગણવાડી વર્કર માથી સમાપ્તિ કરેલ હતી જો આ અંગે ની તપાસ ઉચ્ચકક્ષાએ થી કરવામા આવે તો ઘણું બીજું સત્ય બહાર આવે તો નવાઈ નહીં.

સી.ડી.પી.ઓ શ્રી ભગવાન ના દરબાર મા દેર છે અંધેર નથી








