BANASKANTHAPALANPUR

ઈન્દીરાનગર શાળાના આચાર્યનું ઈનોવેશન ફેરમાં સન્માન  

28 માર્ચ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

  1.  મહેસાણા જિલ્લા કક્ષાના આઠમા એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટીવલનું વડનગર તાલુકાના કહીપુર શાળામાં મહેસાણા જિલ્લા શિક્ષણ સમિતિના અઘ્યક્ષ મુકેશભાઈ પટેલ,નિયામકશ્રીડી.એસ.પટેલજી.સી.ઇ.આર.ટી.ગાંધીનગર,પ્રાચાર્ય તથા ડી.પી.ઈ.ઓ. ડો.ગૌરવ વ્યાસ, ઇનોવેશન કો.ઓ.ડો.પંકજ મિસ્ત્રી તથા મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાઈ ગયું. જેમાં ઇન્દીરાનગર પ્રાથમિક શાળાના આચાર્ય ભરતભાઈ એસ પટેલ દ્વારા ENGLISH LEARNING CORNER અંતર્ગત “ચાલો, સરળતાથી અંગ્રેજી શીખીએ” વિષય પર ભાગ લઈ પ્રેઝન્ટેશન રજુ કરાયું. જે અન્વયે તેઓશ્રીનું ચેરમેન તથા ડી.પી.ઈ.ઓ. સાહેબના વરદ હસ્તે શિલ્ડ તથા પ્રમાણપત્રથી સન્માન થતા શાળા પરિવાર, ગ્રામજનો તથા શાળા વ્યવસ્થાપન સમિતિએ આનંદની લાગણી સાથે અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવેલ છે.

 

 

[wptube id="1252022"]
Back to top button