નલ સે જલ યોજના ક્યાં છે સરકારના દાવા ને પોકળ સાબિત કરતું નસવાડી તાલુકાના બારી મહુડા ગામના દ્રશ્યો…


નસવાડી તાલુકાના બારી મુહડા ગામ ડુંગર વિસ્તારમાં આવેલું ગામ છે જયારે ગામમા બારી મહુડા ફળિયું અને નિશાળ ફળિયું આવેલું છે જ્યાં 50 જેટલા ઘરો આવેલા છે અને 300 જેટલા લોકોની વસ્તી ધરાવતા આ ફળીયા છે.આ ફળિયા બોર મોટર અને હેડ પંપ છે પરંતુ ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણીના સ્તર નીચા જતા રહ્યા છે અને નદીઓ માં પાણી પણ સુકાઇ ગયું છે જેના લીધે ગામની મહિલાઓને પાણી માટે ભારે મુશ્કેલીઓ પડી રહી છે અને બારી ફળિયાની મહીલાઓ પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો છે.
જ્યારે બારી ફળિયાની મહીલાઓ એક 15 ફૂટ ઊંડા ખાડામાંથી જીવ નાં જોખમે પાણી ભરી રહી છે તે ખાડા નું પાણી કચરા વાળું છે અને ભારે ગંદુ પણ છે પરંતુ બીજો કોઈ પાણીનો સ્ત્રોત નાં હોવાના લીધે આ ગંદુ પાણી ભરીને પીવા માટે ગ્રામજનો મજબૂર છે જ્યારે પશુઓ પાણી વિના ટળવળી રહ્યા છે એક બાજુ સરકાર છેવાડા નાં માનવી સુધી વિકાસ પહોંચ્યા ની વાતો કરે છે પરંતુ ડુંગર વિસ્તારમાં હકીકત કઈ ઓર છે.
રીપોર્ટર અંજુમ ખત્રી બોડેલી છોટાઉદેપુર









