ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, જાણો ક્યાં વિસ્તારમાં કોલ્ડવેવની શક્યતા

અમદાવાદ હવામાન વિભાગની આગામી સમય માટે એક આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા એવી આગાહી થઇ રહી છે કે રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે કમોસમી માવઠું આવી શકે છે. બનાસકાંઠામાં કમોસમી વરસાદની આગાહીને લઈ ડિઝાસ્ટર વિભાગ એલર્ટ, માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં રાખેલો માલ પલળી ન જાય તેને લઈ ખેતીવાડી બાગાયત વિભાગ, સહકારી મંડળી સહિત ખેડૂતોને સૂચના અપાય છે. હજુ પણ થોડા દિવસો રાજ્યમાં ઠંડીનો ચમકારો પણ યથાવત રહી શકે છે.
અગામી 28 જાન્યુઆરીએ હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં બનાસકાંઠા અને પાટણ પંથક બાજુ વરસાદ રહી શકે છે. આ કમોસમી માવઠા પાછળનું મુખ્ય કારણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કહેવામાં આવી રહ્યું છે. તેની સાથે કચ્છ અને સૌરાષ્ટ્રમાં કોલ્ડ વેવની પણ આગાહી કરવામાં આવી રહી છે.
જો કે, થોડા દિવસો પછી ઠંડી માંથી રાહત પણ મળી શકે છે. હવામાન વિભાગે એવી આગાહી કરી છે કે, આગામી દિવસોમાં તાપમાન 4 ડિગ્રી વધતા ઠંડીમાં આંશિક રાહત જોવા મળી શકે છે. આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્રના રાજકોટ, પોરબંદર, ગીર સોમનાથ અને જૂનાગઢ તેમજ કચ્છમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે.










