છોટાઉદેપુર ખાતે જિલ્લાકક્ષા સૂર્યનમસ્કાર સ્પર્ધા-૨૦૨૩ યોજાઇ
શરીરને તંદુરસ્ત અને સ્ફૂર્તિવાન રાખવા યોગ આવશ્યક – ધારાસભ્યશ્રી રાજેન્દ્રસિંહ રાઠવા
-તંદુરસ્ત સમાજના નિર્માણ માટે યોગને જીવનશૈલીનો ભાગ બનાવવા ધારાસભ્યશ્રીનો અનુરોધ
-ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગ સંલગ્ન ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સંચાલિત તેમજ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, છોટા ઉદેપુર દ્વારા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખુટાલીયા ખાતે જિલ્લાકક્ષાની સૂર્ય નમસ્કાર સ્પર્ધા-૨૦૨૩ નું આયોજન કરાયું હતું.
આ પ્રસંગે પોતાની વિશેષ ઉપસ્થિતિ નોંધાવતા ધારાસભ્યશ્રી રાજેન્દ્રસિંહ રાઠવાએ યોગને જીવનશૈલીનો મહત્વનો ભાગ ગણાવતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશની પરંપરાગત યોગવિદ્યાને વિશ્વફલક પર પ્રસ્થાપિત કરી છે, ત્યારે એની યુવા અને ભાવિ પેઢી પણ યોગને જીવનશૈલીનો ભાગ બનાવીને એક તંદુરસ્ત સમાજનું નિર્માણ કરવા પ્રેરિત કર્યા હતા.
રીપોર્ટર અંજુમ ખત્રી બોડેલી