
નારણ ગોહિલ લાખણી
બનાસકાંઠા જીલ્લા ના લાખણી ખાતે નવનિર્મિત ઠાકોર સમાજ ના સદારામ છાત્રાલય નુ કામ પુરજોશમાં ચાલી રહ્યું છે જે લાખણી ડીસા હાઇવે રોડ પર નવી જમીન ખરીદી કરી ઠાકોર સમાજ દ્વારા લાખણી તથા લાખણી ના ગામડા ઓ વાળા વિસ્તારમાં થી ફાળો એકત્રિત કરવા નુ કામ પણ પુરજોશમાં ચાલી રહ્યું છે ગામે ગામ થી લોકો નો સાથ સહયોગ પણ સારો મળી રહ્યો છે સદારામ ટ્રસ્ટ છાત્રાલય લય નુ કામ કાજ એકાદ બે વર્ષ મા પુરુ થશે જે વટ વુક્ષ બનશે સમાજ ના બાળકો ના શિક્ષણ ના ભવિષ્યમાં બાળકો ને ખુબ જ મદદરૂપ બનશે ત્યારે આજ રોજ લાખણી તાલુકાના વાસણા સમસ્ત ગામ લોકો દ્વારા ઘર ઘર ફરી ફાળો એકત્રિત કરી ગ્રામ જનો દ્વારા સમાજ ના સંકુલ માટે 2.41.200 જે અંક મા રૂ.બે લાખ એકતાલીસ હજાર બસો સંસ્થા મા જમા કરાવ્યા હતા જે સંસ્થા ના પ્રમુખ લેરાજી ઠાકોર અને મંત્રી સવજીભાઈ ઠાકોર અને કમીટી એ આભાર વ્યક્ત કર્યો.








