સાવરકુંડલા માં ઓમકાર કેળવણી ટ્રસ્ટ દ્વારા પક્ષીઓ માટે માટીના કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું

સાવરકુંડલાના ઓમકાર કેળવણી ટ્રસ્ટ સંચાલિત મૂળરાજ ધરમશી નેણશી વિદ્યાલય દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી એક ઉમદા પહેલ કરવામાં આવી છે, જેમાં ઉનાળાની ગરમીમા પક્ષીઓને મદદ કરવા માટે માટીના કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી રહ્યું છે.
પક્ષીઓ આપણા પર્યાવરણનો અત્યંત મહત્વપૂર્ણ ભાગ છે, અને ઉનાળાની કાતિલ ગરમીમાં તેમને પાણી મેળવવામાં મુશ્કેલી પડીતી હોય છે. આ વિદ્યાલય દ્વારા પક્ષીઓને પાણી પીવા માટે માટીના કુંડા આપીને પક્ષીઓને મદદ કરવામાં આવી રહી છે. જેથી તેઓ તંદુરસ્ત રહી શકે અને ગરમીના તાપનો સામનો કરી શકે. આ વિદ્યાલય દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી આ સેવા કાર્ય ચાલુ છે જેમાં આ વર્ષે પણ 1000 થી વધુ માટીના કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી રહ્યું છે સમગ્ર કાર્યક્રમના સંપૂર્ણ આર્થિક સહયોગી શ્રી દિનેશ ભાઈ દાવડા અને શ્રી પ્રો.કે. કે. જાની સાહેબ છે આપણી આસપાસના પક્ષીઓને બચાવવા અને તેમની સંભાળ રાખવા માટે સંપર્ક નંબર 9979741061 ફોન કરી માટીના કુંડા મેળવી શકાશે ખરેખર આ કાર્ય પ્રશંસનીય છે.
રિપોર્ટર; યોગેશ ઉનડકટ સાવરકુંડલા અમરેલી










