
રાજપીપલા વોર્ડ નંબર ૦૪ વડફડિયામાં રોડની તકલાદી કામગીરીથી રહીશોમાં રોષ, નવો રોડ બનાવવા માંગ
ત્રણ ચાર મહિના અગાઉ બનેલ સીસી રોડ હતો નહતો થઈ ગયો, રોડની કામગીરી સામે સવાલ
રાજપીપળા: જુનેદ ખત્રી
નર્મદા જિલ્લાના વડુ મથક રાજપીપળા શહેરમાં વિકાસના કામો ચાલી રહ્યા છે જેમાં દરેક વિસ્તારોમાં પાલિકા દ્વારા કરોડોના ખર્ચે સીસી રોડ બનાવવામાં આવી રહ્યા છે કેટલાક વિસ્તારોમાં રોડની કામગીરી સારી થઈ છે પરંતુ વોર્ડ નંબર ૦૪ ભાટવાડા ઘંટી પાછળ વડફડીયા વિસ્તારમાં રોડ બન્યાના થોડાક જ દિવસોમાં કપચી અને રેતી નીકળી આવતા ત્યાંના સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે અહીંયા નવો રોડ બનાવવા સ્થાનિકો માંગ કરી રહ્યા છે

નર્મદા જિલ્લાના વડુ મથક રાજપીપળાના દરેક વિસ્તારોમાં નવા રોડ રસ્તા બની રહ્યા છે ત્યારે વોર્ડ નંબર ચાર ભટવાડા ઘંટી પાછળ વડફડિયામાં નવો બનેલ સીસી રસ્તો થોડાક દિવસોમાં ખરાબ થઈ જતાં રસ્તામાં વપરાયેલ મટીરીયલ ની ગુણવત્તા બાબતે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે કે ખુબજ ખરાબ ગુણવત્તા નો રોડ બનાવવામાં આવ્યો છે અન્ય વિસ્તારોમાં સારા રોડ બનાવાયા છે ત્યારે આ રોડ તોડીને નવો રસ્તો બનાવાય તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે ઉપરાંત આ વિસ્તારમાં સાફ સફાઈ પણ નિયમિત નહિ થતી હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે
સમગ્ર મામલે પાલિકા પ્રમુખ તેમજ ઉપપ્રમુખ વિસ્તારની રૂબરૂ મુલાકાત લઈ લોકોની સમસ્યાને દૂર કરે તેવી લોકો માંગ કરી રહ્યા છે






