
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં વઘઈ તાલુકામાં આવેલ નિંબારપાડા ગામે મહાશિવરાત્રીના પાવન પર્વને અનુલક્ષીને ચાર દિવસીય ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમો ચાલી રહ્યા છે.ત્યારે રાજ્યના નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલ બીજા દિવસે કાર્યક્રમમાં હાજરી આપતા શિવભક્તોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.રાજ્યના નાયબ મુખ્ય દંડક અને ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલ નિંબારપાડા ગામે મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે ચાલતા ધાર્મિક સાસ્કૃતિક કાર્યક્રમમાં બીજા દિવસે હાજરી આપતા શિવભક્તોનો ઉત્સાહ બેવડાયો હતો.ધારાસભ્ય વિજયભાઈ પટેલે આનંદની સાથે શિવભક્તોને મહાશિવરાત્રીના પાવન પર્વને લઈને આશિષ વચનો આપ્યા હતા.શિવ ભક્તો સાથે ધારાસભ્ય વિજયભાઈ પટેલ પણ ભક્તિમાં લીન થતા જોવા મળ્યા હતા.
અહી પરમ પૂજ્ય જયશ્રી દીદીએ ડાંગમાં વ્યસનનું પ્રમાણને ધ્યાને લઈને વ્યસનથી દૂર રહેવા અને સારું સુખી જીવન વ્યતિત કરવાની પ્રેરણાદાયિક વાતો સાથે જીવન રૂપી ઉપદેશ આપ્યો હતો.આ કાર્યક્રમમાં ડાંગ જિલ્લાના ધારાસભ્ય વિજયભાઈ પટેલ, જિલ્લા પંચાયતનાં પ્રમુખ નિર્મળાબેન ગાઈન, જિલ્લાના બાંધકામ ખાતાના અધ્યક્ષ ચંદરભાઈ ગાવીત, ભાજપના અગ્રણીઓમાં સુભાસભાઈ ગાઈન, પુર્વ સરપંચ નગીનભાઈ ગાવીત, આગેવાનો-ગ્રામજનો અને શિવભક્તોએ શિવરાત્રી પર્વની ઉજવણી કરી હતી..





