SINOR

શિનોર પોલીસે ઝનોર નજીક સોનીને બંદૂકની અણીએ 200 તોલા સોનાના દાગીના અને 3 થી 4 લાખ રોકડાની લૂંટ કરી નાસી છૂટેલા લૂંટારુઓને સેગવા પાસેથી ઝડપી પાડ્યા

મળતી માહિતી અનુસાર અમદાવાદ શહેર ના માણેકચોક વિસ્તારમાં જવેલર્સની શોપ ધરાવતાં મુકેશભાઈ સોની ભરૂચ ખાતે કાર લઈને સોનાના દાગીના આપવા માટે જઈ રહ્યાં હતાં.તે દરમિયાન બે વાહનોમાં આવેલા બુકાનીધારી લૂંટારુઓએ ફિલ્મી સ્ટાઇલમાં સોની ની કાર ને ઝનોર પાસે આંતરીને બંદૂકની અણીએ 200 તોલા સોના ના દાગીના અને આશરે ત્રણ થી ચાર લાખ રૂપિયા રોકડા ની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતાં.બનાવ ની જાણ થતાં જ ભરૂચ પોલીસ ના ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.અને લૂંટારુઓને ઝડપી પાડવા તમામ એક્ઝિટ પોઇન્ટ પર નાકાબંધી કરી પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું હતું.જે અંતર્ગત વડોદરા ગ્રામ્ય પોલીસ અધિક્ષક રોહન આનંદ દ્વારા નાકાબંધી કરવા માટે આપેલ સૂચના અનુસાર શિનોર પોલીસ દ્વારા સેગવા ચોકડી ખાતે નાકાબંધી કરીને વાહન ચેકીંગ ની કામગીરી હાથ ધરવામાં આવી હતી.તે દરમિયાન સાધલી તરફથી ગ્રે કલર ની કાર આવતાં તેને રોકીને તપાસ કરતાં કારમાંથી ઝનોર ગામે લૂંટની ઘટના ને અંજામ આપનાર ત્રણ આરોપી મળી આવતાં શિનોર પોલીસે આરોપી સંદીપ પટેલ,કરણ પટેલ અને પ્રવીણ વાઘ ને ઝડપી પાડીને,આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા 79000 અને રૂપિયા 3,58,500 ના સોના ના દાગીના અને એક કાર કિંમત રૂપિયા 8 લાખ સહિત રૂપિયા 12,52,500 નો મુદ્દામાલ કબ્જે કરી પકડાયેલ આરોપીઓ તથા મુદ્દામાલ ને ભરૂચ જિલ્લા પોલીસને સોંપવામાં આવ્યાં હતાં.

ફૈઝ ખત્રી…શિનોર

[wptube id="1252022"]
Back to top button